ખેતમજૂરના ખાતામાં બે વર્ષમાં રૂ.૭ કરોડના ટ્રાન્ઝેક્શન થયા

બોગસ બિલિંગ કાંડમાં ભાંડો ફૂટતાં નોટિસ પાઠવાઈ
તળાજા, દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવા માટે ભાવનગર જિલ્લામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં તળાજાના ઈસમોની ભૂમિકા ખૂબ મોટી કહી શકાય તેવી છે. બોગસ ખાતા, બોગસ બીલિંગ, બોગસ પેઢી અને બોગસ સ્થળના આધારે તળાજામાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી રહી છે.
ભૂતકાળમાં અનેક કેસ અહીંથી સામે આવ્યા છે. તળાજા શહેર અને પંથકમાં રહી ચૂકેલા ઈસમો જેલની હવા પણ કરોડો રૂપિયાનું ખોટું કરવાના મામલે ખાઈ આવ્યા છે ત્યારે સરકારની તિજોરીને નુકશાન પહોંચાડનાર ઈસમોનું વધુ એક પાપ ભાવનગર ઈન્કમટેક્ષ વિભાગના ધ્યાને આવ્યું છે.
જોકે જેની સામે નોટીસ કાઢી છે તે ગામડાનો ખેત મજુર છે અને તેના ખાતામાં શ્રમિક માટે અધધ… કહી શકાય તેટલા સાત કરોડ રૂપિયા ટ્રાન્જેકશન થયા છે.
તાજેતરમાં જ આંતરરાજય નાગપુર પોલીસ તળાજાના બે ઈસમો વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાને લઈ કાયદેસરની કાર્યવાહી કરવા આવ ીહતી. ત્યાંજ ભાવનગર રેન્જ-૧, ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા તળાજાના એક અંતરીયાળ ગામના ખેત મજુર વિરુધ્ધ ઈન્કમટેક્ષ વિભાગના કાયદા- ૧૯૬૧ની કલમ સબ સેકસન (૩) ઓફ સેકસન ૧૪૮ એ મુજબ નોટીસ પાઠવી હોય અને તેમાં વર્ષ ર૦ર૧-રર દરમિય્ન ખેત મજુરના ખાતામા રૂ.૭,૪ર,૧૧,૧૮૬ રૂપિયાનું ટ્રાન્જેકશન થતા પાઠવેલ નોટીસને લઈ ચકચાર જાગી છે.