એસ.ટી. કર્મચારીનું ફરજ સાથે માનવતાવાદી વલણ: યુવતીનું પાકિટ પરત કરાયું

File Photo
અમરેલી, અમરેલી એસટી ડેપોમાં કંટ્રોલર તરીકે ફરજ બજાવતા નિલેષભાઈ કે. સોલંકીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પુરું પાડયું છે. ભૂતકાળમાં જાનના જોખમે ડેપોમાં આવારા તત્વોની ચૂંગાલમાં ફસાયેલ પર પ્રાંતીય યુવતિઓને બચાવી હતી.
તાજેતરમાં એક મજુર મહિલા પોતાની પુત્રીને શૈક્ષણિક સંકુલમાં દાખલ કરવા એસટી બસમાં અમરેલી ડેપોમાં ઉતરી ત્યારે રૂ.રપ હજાર રોકડ અને અગત્યના ડોકયુમેન્ટ સાથેનું પાકિટ બસમાં ગુમ થયું હતું. બસમાં આ મહિલા સહિત પાંચ જ મુસાફરો હતા. જેમાં સીસીટીવી કુટેજના આધારે અન્ય ચાર મુસાફરની તપાસ કરતા રોકડ રકમ સાથેનું પાકિટ મેળવી પરત કરાયું હતું.
બીજી ઘટનામાં અમરેલીના એક વેપારીનો યુવાન પુત્ર ઘરે અણબનાવ બનતા ઘરેથી ભાગી ગયો હતો. આ યુવાનનો તાગ મેળવી વડોદરાથી હસ્તગત કરી તેમના પરિવારને સોંપેલ હતો. અન્ય ઘટનામાં એક પરપ્રાંતીય સગીરા ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. અમરેલી એસટી ડેપોમાં શંકાસ્પદ હિલચાલ જણાતા નિલેશ સોલંકીએ પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી દેતા મહિલા પોલીસને બોલાવી સત્ય હકીકત જાણી હતી
તેમના માતા પિતાને બોલાવી સુપ્રત કરી હતી. આવી જ રીતે એક મહિલા પણ ઘરકંકાસથી ઘરેથી નીકળી ગઈ, અમરેલી એસટી ડેપોમાં આ મહિલાને આ કર્મી જોઈ જતા અભયમ ટીમને બોલાવી તેમના પરિવારના હવાલે કરવામાં આવી હતી. પોતાની ફરજ સાથે આવા અનેક નમુનારૂપ પરોપકારી કાર્યો કરતા આવા કર્મીની પરિવારો દ્વારા રડતા ચહેરે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.