Western Times News

Gujarati News

સુરત પોલીસનું ટવીટર હેક, નામ બદલી આપત્તિજનક વિડીયો અપલોડ કરાયો

સુરત, સુરત પોલીસનું સત્તાવાર એક્સ એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ એક્સ હેન્ડલનું નામ “સુરત પોલીસ” ને બદલે “સુરત એરેના પોલીસ” કરી દેવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા એકાઉન્ટ પર આપત્તિજનક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

આ હેકિંગની ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક ધોરણે વીડિયો અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે જ્યારે અન્ય વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થાય છે, ત્યારે સાયબર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં ખુદ સુરત પોલીસનો પેજને હેક કરી સાયબર ચાંચિયાઓએ પડકાર ફેંક્યો છે, સુરત સાયબર સેલ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા હેકર્સને શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ ઘટના પાછળ કોનો હાથ છે તે અંગે સઘન તપાસ ચાલી રહી છે.આ ઘટનાએ સુરત પોલીસની ઓનલાઈન સુરક્ષા અને સાયબર સુરક્ષાના મહત્વ પર ફરી એકવાર ભાર મૂક્યો છે.

સાયબર સેલ દ્વારા હેક થયેલા એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે, તેવું શહેર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.