ગૌતમ ગંભીરે કપિલ શર્માની બોલતી બંધ કરી

મુંબઈ, ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નો આગામી એપિ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નો આગામી એપિસોડ મનોરંજન, હાસ્ય અને રોમાંચથી ભરપૂર હશે.
કપિલ શર્મા શોના આગામી એપિસોડમાં ઘણા દિગ્ગજ ભારતીય ક્રિકેટરો જોવા મળશે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર અને ઋષભ પંત, અભિષેક શર્મા અને યુઝવેન્દ્ર ચહલ સહિત અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ પોતાના ખાસ અંદાજમાં શોમાં આકર્ષણ વધારશે. શોનો પ્રોમો જોઈને ચાહકો એક્સાઇટેડ થયા છે.
પ્રોમોમાં કપિલ શર્મા ક્રિકેટર્સને પૂછતાં જોવા મળી રહ્યા છે. ડ્રેસિંગ રૂમનો સીન કેવો હોય છે? શું ગૌતમભાઈ તમારા દરેક સાથે ગંભીર હોય છે? કપિલના આ સવાલ પર ઋષભ પંતે હસતાં હસતાં કહ્યું કે, મેચમાં જ્યારે ઉતાર-ચઢાવ આવે છે, ત્યારે દરેક પરેશાન થઈ જાય છે.
તેમાં કોઈ મોટી વાત નથી. ઋષભ પંત પોતાની વાત પૂરી કરી જ રહ્યા હોય છે, ત્યારે ગૌતમ ગંભીરે કપિલને રમૂજી અંદાજમાં કટાક્ષ કરતાં કહ્યું કે, આ એવું જ છે, કે જેમ ક્યારેક તમારો શો નથી ચાલતો, તો તમે તેમના પર કેવી પ્રતિક્રિયા આપો છો.ગૌતમ ગંભીર શોમાં પોતાની પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી વાતો શેર કરતાં જોવા મળી રહ્યા છે.
એક કિસ્સો સંભળાવતા તેમણે કહ્યું કે, મોટાભાગે લોકો કહે છે કે, હું ફિલ્ડમાં લડાઈ લડું છું, પરંતુ હું આખરે કોના માટે લડું છું? ‘લડાઈ ક્યારેય મારા પોતાના કારણે નથી થતી. આ મારા દેશ માટે થાય છે.’
ગૌતમ ગંભીરની આ વાત પર બધા ગંભીરની પ્રશંસા કરતાં જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે, આ અપિસોડની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કપિલના શોમાં એક સાથે ઘણા ક્રિકેટર્સને જોવા, તેમના જીવન વિશે જાણવું એ ચાહકો માટે એક ટ્રીટથી ઓછું નહીં હોય.SS1MS