Western Times News

Gujarati News

કાજોલની સરઝમીન ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે

મુંબઈ, કાજોલ, પૃથ્વીરાજ સુકુમાર અને ઈબ્રાહિમ અલી ખાનની ફિલ્મ ‘સરઝમીન’ સીધી ઓટીટી પર રજૂ થવાની છે. આ ફિલ્મ શરુ કરાઈ ત્યારે તે થિયેટરમાં રીલિઝ કરાશે તેવી ચર્ચા હતી. તે મે ૨૦૨૫માં થિયેટરમાં આવશે તેવી અટકળો હતી. જોકે, નિર્માતા કરણ જોહરે આ ફિલ્મ હવે ઓટીટીને પધરાવી દીધી છે.

આ ફિલ્મનું ટીઝર રીલિઝ કરાતાં કેટલાય લોકોએ ટીકા કરી હતી કે ફિલ્મ બહુ સારી નહિ બની હોય એટલે જ સીધી ઓટીટીને વેચી દેવાઈ છે. બાકી કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારોની અને તે પણ કાશ્મીર હિંસા પરની ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ શકી હોત.

ઈબ્રાહિમ અલી ખાનની આ બીજી ફિલ્મ સીધી ઓટીટી પર આવશે. અગાઉ તેની ‘નાદાનિયાં’ પણ ઓટીટી પર રીલિઝ થઈ હતી અને તેમાં તેની વાહિયાત એક્ટિંગની આકરી ટીકાઓ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.