ટ્રાવેલ્સોની બેફામ દોડતી બસો: ટર્ન મારતી વખતે લકઝરી ડિવાઈડર પર ચઢી

Bharuch, ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધી 23 કરોડના ખર્ચે ફોર લેન રોડની કામગીરી ચાલી રહી છે આ રોડ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ રોડને જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ કેટલાક વાહન ચાલકો વન વેના જાહેરનામાનો ભંગ કરે છે.
બુધવારે વહેલી સવારે એક બસનો ચાલક તેની બસને ટર્ન મારી આગળ બસ કરતા રહી હતી. ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના ચાર કિલોમીટરને વહીવટી તંત્ર દ્વારા બે મહિના માટે વન વે કરવામાં આવ્યો છે છતાં પણ ટ્રાવેલ્સ સંચાલકો કોઈને ગાંઠતા નથી.
દરરોજ વહેલી સવારે આ જ માર્ગ પરથી પસાર થતા ઝાડેશ્વર ચોકડી પર ટ્રાફિક જામ સર્જાય છે જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ છે. ઝાડેશ્વર ચોકડી થી તવરા માર્ગ ને વનવે જાહેર કરવામાં તો આવ્યો છે પરંતુ વનવે માત્ર કાગળ પર જ રહી ગયો અહીં દરરોજ ટ્રાવેલ્સોની બસો બેફામ દોડતી નજરે પડે છે.