Western Times News

Gujarati News

માલીમાં અલ કાયદાના આતંકીઓએ ૩ ભારતીયોનું અપહરણ કર્યું

નવી દિલ્હી, પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારત સરકારે આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને માલી સરકારને તેમની તાત્કાલિક અને સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાની અપીલ કરી છે.

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ૧ જુલાઈના રોજ કેટલાક સશસ્ત્ર હુમલાખોરોએ માલીના કાયસમાં ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર સંયુક્ત રીતે હુમલો કર્યાે અને ત્યાં કામ કરતા ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું હતું. અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન ‘જમાત નુસરત અલ-ઇસ્લામ વાલ મુસ્લિમીન’એ માલીમાં આ અપહરણ અને અન્ય હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે માલીની રાજધાની બામાકોમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક વહીવટીતંત્ર, કાયદા અમલીકરણ એજન્સીઓ અને સિમેન્ટ ફેક્ટરી મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે. ઉપરાંત, અપહરણ કરાયેલા ભારતીયોના પરિવારોને પણ દરેક પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.