Western Times News

Gujarati News

પત્ની-બાળકો સામે ખેડૂતને નગ્ન કરી ઝાડ સાથે બાંધી માર મારતાં મોત

નવી દિલ્હી, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના બમીઠા પોલીસ સ્ટેશન હેઠળ ખૈરી ગામમાં દબંગો દ્વારા ખેડૂત સાથે બર્બરતા કરવામાં આવી હતી. આ લોકોએ ખેડૂતને નગ્ન કરીને ઝાડ સાથે બાંધ્યો અને બાદમાં તેને એટલો માર માર્યાે કે તેનું મોત થઈ ગયું. આ મામલે પોલીસે ત્રણ મહિલા સહિત નવ લોકો સામે ગુનો દાખલ કર્યાે છે.

તેમાંથી ૬ લોકોની ધરપકડ કરી લેવાઈ છે. ખેડૂતની પત્નીએ પોલીસે જણાવ્યું કે, ‘૨૦૦૩માં આ અસામાજિક તત્ત્વોએ મારા સસરાની પણ હત્યા કરી દીધી હતી.’ મળતી માહિતી મુજબ, બમીઠાના ખૈરી ગામ નિવાસી શંકર પટેલ પત્ની અને બે છોકારાઓ સાથે ખેતરમાં એક ઢોર હાંકી રહ્યા હતા.

આ દરમિયાન દબંગ નાનેલાલ પટેલ સાથે રકઝક થઈ હતી. નારાજ નોનેના સ્વજને શંકરને ત્યાં જ એક ઝાડ સાથે નગ્ન કરીને બાંધ્યો અને દંડા વડે તેને ત્યાં સુધી માર્યાે જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું.આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે ૪ મહત્ત્વપૂર્ણ કરાર અંગે સમજૂતીએએસપી વિદિતા ડાગરે જણાવ્યું કે, આ કેસ પોલીસે નોને પટલ, રામ પ્યારે પટેલ, કિશોરી લાલ પટલે, સખી પટેલ, અનીતા પટેલ, રાજકુમારી પટેલની ધરપકડ કરી લીધી છે. જોકે, હજુ સુધી ત્રણ આરોપી ફરાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.