Western Times News

Gujarati News

સિમેન્‍ટ ફેક્‍ટરી પર આતંકવાદી હુમલોઃ 3 ભારતીય નાગરીકોનું અપહરણ

નવી દિલ્‍હી, પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં આતંકવાદી હુમલાઓના નવા સિલસિલા વચ્‍ચે ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્‍યું છે. આ ઘટના ૧ જુલાઈના રોજ કેયસમાં ડાયમંડ સિમેન્‍ટ ફેક્‍ટરીમાં બની હતી,

3 indians abducted from factory amid al-Qaeda linked terrorist attack; India urges Western African country Mali to secure their safe, swift release

જ્‍યારે સશષા હુમલાખોરોના એક જૂથે ફેક્‍ટરી પરિસરમાં ઘૂસીને ભારતીય કામદારોને બળજબરીથી બંધક બનાવ્‍યા હતા. આ ઘટના પર ઊંડી ચિંતા વ્‍યક્‍ત કરતા ભારત સરકારે માલી સરકારને તાત્‍કાલિક હસ્‍તક્ષેપ કરવા અને ભારતીયોની સલામત અને વહેલી મુક્‍તિ સુનિヘતિ કરવા અપીલ કરી છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્‍યું છે કે બામાકોમાં ભારતીય દૂતાવાસ માલીની સ્‍થાનિક વહીવટી અને કાયદા અમલીકરણ એજન્‍સીઓ તેમજ ડાયમંડ સિમેન્‍ટ ફેક્‍ટરીના સંચાલન સાથે સતત સંપર્કમાં છે. જોકે હજુ સુધી કોઈ સંગઠન કે વ્‍યક્‍તિએ આ ચોક્કસ અપહરણની જવાબદારી સ્‍વીકારી નથી, પરંતુ અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન જમાત નુસરત અલ-ઈસ્‍લામ વાલ મુસ્‍લિમીન (JNIM) એ માલીમાં તાજેતરના અનેક સંકલિત હુમલાઓની જવાબદારી સ્‍વીકારી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.