Western Times News

Gujarati News

મધને કહો “હા “, મેદસ્વિતાને અને મધુપ્રમેહ (ડાયાબિટીસ)ને “ના” કહો

Say Yes to Honey, Say No to Obesity and Diabetes

મધમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે જે કોષોને નુકસાનથી બચાવે છે અને મેટાબોલિક સ્વાસ્થ્ય સુધારે છે.

શેરડીની ખાંડ પણ એક અંશે નુકસાનકારક છે, પરંતુ કેમિકલ ખાંડ તો વધુ પડતી હાનિકારક છે.

આજના ભાગદોડભર્યા જીવનમાં મેદસ્વિતા અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાઓ સામે લડવા માટે, ‘મધને હા કહો, અને મેદસ્વિતા તેમજ મધુપ્રમેહને ના કહો‘ – એટલે કે ‘Say Yes to Honey and No to Obesity and Diabetes.’ આ થીમ માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની દિશામાં એક સચોટ ઉપચાર છે.

ગળપણની વાસ્તવિકતા: ઝેરી કેમિકલ્સથી સાવધાન!

ગળપણ અનેક પ્રકારના હોય છે – એક ખાંડ અને બીજું કેમિકલથી બનેલું ગળપણ, જેમ કે સેકરીન, એસેન્સ વગેરે.ખાસ કરીને મીઠાઈઓમાં સ્વાદ અને સુગંધ માટે વપરાતા કેમિકલ સ્વીટનર્સ બહુ ઝેરીગણાય છે.

આપણા શાસ્ત્રોમાં જેને સાઇલેન્ટ કિલરકે નુકસાનકારક પદાર્થ કહ્યા છે, તેમાં ખાંડ પણ એક છે. આથી, ગળપણ માપસર કે ઓછું લેવું જ યોગ્ય છે. સોફ્ટ ડ્રિંક્સમાં કુદરતી ખાંડ કે શેરડીવાળી ખાંડ હોતી નથી, પરંતુ તેમાં કેમિકલ સ્વીટનર હોય છે. શેરડીની ખાંડ પણ એક અંશે નુકસાનકારક છે, પરંતુ કેમિકલ ખાંડ તો વધુ પડતી હાનિકારક છે. આ કૃત્રિમ ગળપણ અને ખાંડ આપણા શરીરના લોહી, કોષો, ચરબી (ફેટ) અને અન્ય રસાયણો પર હુમલો કરીને તેમને ડિસ્ટર્બ કરે છે. સુગર અને કેમિકલ સુગરથી શરીરની કેમેસ્ટ્રી ડિસ્ટર્બ થાય છે, જે આખરે મેદસ્વિતા લાવે છે.

મધ: કુદરતી અમૃત અને રોગનાશક દવા

આ હાનિકારક સુગર અને કેમિકલ સુગરના વિકલ્પ તરીકે નિષ્ણાતો મધ અપનાવવાની ભલામણ કરે છે. એક મહિલાનું ઉદાહરણ છે. તેમણે એક વર્ષ સુધી દરેક વસ્તુમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કર્યો, અને આશ્ચર્યજનક રીતે તેમનો ડાયાબિટીસ ઊલટાનું નિયંત્રણમાં આવી ગયો.

મધ વિશેષજ્ઞ ડૉ. મધુકાંત પટેલ મધના ઔષધીય ગુણધર્મો પર પણ ભાર મૂકે છે. તેઓ જણાવે છે કે અલગ અલગ ફૂલોમાંથી મધ બને છે અને અમુક ફૂલના મધ, જેમ કે હિમાલયમાં થતા ડકવીક ફૂલનું મધ, ડાયાબિટીસ મટાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય પરંપરામાં બાળકને ગળથૂથીમાંથી જ મધ આપવામાં આવે છે, જે તેના પોષણ મૂલ્ય અને ઔષધીય ગુણધર્મોનો પુરાવો છે. મધ ઉત્તમ ખોરાક અને દવા બંને છે.

વિવિધ ઋતુઓમાં ખીલતા અલગ અલગ ફૂલોમાંથી વિવિધ પ્રકારના મધ મળે છે, જે દરેકના પોતાના વિશિષ્ટ ફાયદા હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે મધ બારે માસ ખાઈ શકાય છે. તે પાચનતંત્ર સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ઊર્જા પૂરી પાડવામાં અને શરીરમાં થતા ઇન્ફ્લેમેશનને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મધમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે જે કોષોને નુકસાનથી બચાવે છે અને મેટાબોલિક સ્વાસ્થ્ય સુધારે છે.

આથી, જો તમારે મેદસ્વિતા અને ડાયાબિટીસથી દૂર રહેવું હોય, તો કૃત્રિમ ગળપણ અને વધુ પડતી ખાંડને બદલે કુદરતી અને ગુણકારી મધને તમારા આહારનો ભાગ બનાવો. અલબત્ત, મધની શુદ્ધતા અને ગુણવત્તા ચકાસવી જરૂરી છે. આ એક નાનકડો બદલાવ તમારા સ્વાસ્થ્ય માટે મોટો ફરક લાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.