Western Times News

Gujarati News

ICAની સામાન્ય સભા યુ.કે.ના મેન્ચેસ્ટ૨ ખાતે યોજાઈ

શકિત,વ્યવસ્થા અને વિકાસની સહકારી પ્રવૃતિ દેશ-દૂનિયાને જોડવાનું કામ કરશે ભારત તરફથી દિલીપ સંઘાણીની મહત્વપુર્ણ ઉપસ્થિતિ

આઈસીએ અધ્યક્ષ એરીયલ ગુઆરકોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

મેન્ચેસ્ટર (યુ.કે.) ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) ની સામાન્ય સભાનું આયોજન થયુ હતુ જેમાં ICA ના અધ્યક્ષ એરીયલ ગુઆરકોની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ મહત્વપુર્ણ સંમેલનમાં ભારત તરફથી દિલીપ સંઘાણી ઉપસ્થિત રહયા હતા.

દિલીપ સંઘાણીએ ICA ના અધ્યક્ષ ગુઆરકો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સહકારી ક્ષેત્રના વૈશ્વિક મુદાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો જેમાં ભારતની સહકાર શકિતએ સમગ્ર દેશમાં સહકારી પ્રવૃતિના માધ્યમથી અનેક ક્ષેત્રીય પ્રદેશોમા વિકાસની હરણફાળ ભરી છે

આ શકિત, વ્યવસ્થા અને વિકાસની સહકારી પ્રવૃતિના માધ્યમથી દેશ-દૂનિયાને જોડવાનું કામ સહકાર કરશે તેવો આત્મવિશ્વાસ યુ.કે. ના મેન્ચેસ્ટર ખાતે યોજાયેલ આઈસીએની સામાન્ય સભામા આઈસીએના અધ્યક્ષ એરીયલ ગુઆરકો, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી એ સુરવ્યકત કરતા જણાવેલ, ભારતનું પ્રતિનિધિ મંડળ યુ.કે. ના પ્રવાસે છે જેમા સંઘાણી સહિત વિશ્વના વિવિધ દેશોથી આવેલા સહકારી નેતોઓ સામેલ છે.

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવેમ્બર-૨૦૨૪ માં નવી દિલ્હી ખાતે જાહેર કરાએલા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ (International Year of Cooperatives – IYC 2025) ની માહિતી થી સૌને વાકેફ કર્યા હતા.

દિલીપ સંઘાણીએ આઈ.સી.એ.ની સામાન્ય સભામા વિશ્વના દેશોથી આવેલા સહકારી નેતાઓ સાથે ભારતમાં IYC 2025 ના અન્વયે અમલમાં મુકાયેલા સહકારી પ્રવૃતિ અને યોજાનાઓની માહિતી આપી હતી જેમાં ઈફકોની ઉપલબ્ધીઓ, સાથોસાથ ધાન ઉત્પાદનને અગ્રતા આપવાનું પણ ચર્ચામા જણાવાયેલ.

સહકારી પ્રવૃતિથી આત્મનિર્ભર બનવા નાગરિકોને તમામ પ્રકારની ટ્રેનીંગ અને માર્ગદર્શન આપવામા આવે છે જેવા વિવિધ મુદાઓની જાણકારી આપવામાં આવી હતી. અત્રે નોંધવુ ઘટયુ હતુ કે આ બેઠકમાં દિલીપ સંઘાણીની હાજરીને વિશેષ મહત્વ મળ્યુ અને તેઓએ ભારતના સહકારી આંદોલનને વૈશ્વિક મંચ પર ઉતમ રીતે રજુ કર્યું હતુ.

આ તકે ICA(AP) એશીયાના ચેરમેન ડો.ચંદ્રપાલસિંહ યાદવ, ડો.યુ.એસ. અવસ્થી, ગુજરાત મહિલા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીના ચેરમેન ગીતાબેન સંઘાણી, મનીષભાઈ સંઘાણી, ઈફકોના ડાયરેકટર ભાવેશભાઈ રાદડીયા સહિત સહકારી મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. તેમ અખબારી યાદીના અંત જણાવાએલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.