Western Times News

Gujarati News

દીપિકાની હોલિવૂડ વાક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી

મુંબઈ, દીપિકા પાદુકોણને આ વર્ષે હોલિવૂડ વાક ઓફ ફેમ ૨૦૨૬માં એન્ટ્રી મળવાની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતીય સિનેમા માટે એક ગૌરવપૂર્ણ વાત છે. તે આ યાદીમાં માઇલી સાયરસ અને તિમોથી શેલેમેટ સહિતના ગ્લોબલ આઇકોન્સ સાથે સ્થાન મેળવશે. દીપિકાની ઇન્ટરનેશનલ કૅરિઅરમાં પણ આ એક ઘણો મહત્વનો પડાવ છે.

ગુરુવારે વહેલી સવારે આ અંગે જાહેરાત થઈ છે. આ યાદીમાં માઇલી સાયરસ ઉપરાંત, એમિલી બ્લન્ટ, ળેન્ચ એક્ટ્રેસ મેરીયન કોટીલાર્ડ, કેનેડિયન એક્ટ્રેસ રેશેલ મેકએડમ્સ, ઇટાલિયન લિજેન્ડ ળેંકો નીરો તેમજ સેલેબ્રિટી શેફ ગોર્ડન રામસે, રામી મલેક, સ્ટેનલી ટુશી અને ડેમી મુરનો પણ સમાવેશ થાય છે.દીપિકા પહેલાં આ ઐતિહાસિક સન્માન ભારતના ઘણાં ઓછા લોકોને મળ્યું છે.

ધ હોલિવૂડ ચેમ્બર ઓફ કોમર્સની વાક ઓફ ફેમ સિલેક્શન પેનલ દ્વારા દુનિયાભરના સેંકડો નોમિનેશન્સમાંથી દીપિકાની પસંદગી કરવામાં આવી છે. તેમણે ૨૫ જૂને ફાઇનલ યાદી જાહેર કરી હતી.

દીપિકાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાનો સ્ટાર મેળવવા માટે ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યા હતા. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માત્ર ‘ગ્રેટીટ્યુડ’ એટલું જ લખ્યું હતું. તે આ સન્માન મેળવનારી પહેલી ભારતીય એક્ટ્રેસ છે.

તેની પહેલાં ૧૯૬૦માં સાબુ દસ્તગિરનું નામ આ યાદીમાં જોડાયું હતું, જેઓ એક હાથીના મહાવતના પુત્ર હતા અને ૧૯૩૭માં એમેરિકન ફિલ્મ મેકર રોબર્ટ ફ્લેહર્ટી દ્વારા તેમની ફિલ્મ ‘એલિફન્ટ બોય’ માટે તેની પસંદગી થઈ હતી, જે રુદયાર્ડ કિપલિંગના પુસ્તક પર આધારીત હતી.

દીપિકાએ ૨૦૧૭માં હોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, તેણે ‘ટ્રીપલ એક્સઃ રીટર્ન ઓફ ઝેન્ડર કેજ’માં વિન ડિઝલ સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. દીપિકાના અભિનયને દર્શકોએ વખાણ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.