અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રોડ કામના મટિરિયલની ચકાસણી માટે લેબોરેટરી બનાવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં બનતા રસ્તાઓમાં વપરાતા માલની ગુણવત્તાની ચકાસણી માટે મ્યુનિ.કોર્પોરેશને કેટલીક ખાનગી લેબોરેટરી પર ભરોસો રાખવો પડે છે હવે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ પ્રકારની લેબોરેટરી બનાવવા માટેના કામને સ્ટેન્ડીંગ કમિટિએ લીલી ઝંડી આપી છે. રૂ. 2.74 કરોડના ખર્ચે તૈયાર થનારા લેબોરેટરીમાં ડામરની ગુણવત્તા સહિત 65 પ્રકારના અલગ અલગ ટેસ્ટ થશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ સામાન્ય રીતે શહેરમાં બનતાં રસ્તાઓમાં વપરાતા માલ સામાનની ગુણવત્તાની ચકાસણી કરવા માટે તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવી તેનો રીપોટ રજુ કરવો ફરજીયાત છે.
અત્યાર સુધી મ્યુનિ. દ્વારા માન્યતાપ્રાપ્ત લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવતા હતા. ત્યારે હવે મ્યુનિ. દ્વારા પીંપળજ ખાતેના પ્લાન્ટ ખાતે અધ્યતન
લેબોરેટરી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લેબોરેટરીમાં મટીરીટલનું વજન, સમગ્ર ટ્રકનું વજન સહિતની બાબતો પણ માપવાનું ઇલેક્ટ્રીક પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવશે.
જે સ્થળે રોડ બની રહ્યો છે તેની જમીનનો સોઇલ ટેસ્ટ પણ કરવામાં આવશે. એટલું જ નહી પણ રોડ બનાવવા માટે વરાયેલી વિવિધ કપચી, મેટલની સાઇટ સહિતની બાબતોની પણ ચકાસણી થશે. તે સિવાય આ મટીરીલનું વોટર રેઝીસટન્ટ લેવલ પણ ચકાસણી માટેની લેબમાં સુવિધા હશે.
અત્યારે વિવિધ અન્ય લેબોરેટરીમાં આ મટીરીયલની ચકાસણી કરી તેનો રીપોટ કોન્ટ્રાક્ટર દ્વારા મ્યુનિ. સમક્ષ રજુ કરવામાં આવે છે. જે રીપોટનો આધાર રાખીને તંત્ર દ્વારા રોડની ગુણવત્તા અંગે નિર્ણય કરવામાં આવે છે.