સાબરડેરીએ પશુદાણમાં પ્રતિ બેગ રૂ. ૫૦નો ઘટાડો કર્યો

૬૫ કિલો પશુદાણની બેગનું પહેલા ૧૬૦૦ રૂપિયાના ભાવે વેચાણ સાબર ડેરી દ્વારા કરવામાં આવતુ હતું.
તલોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં સાબરડેરી દ્વારા પશુદાણમાં પ્રતિ બેગે રૂપિયા ૫૦નો ઘટાડો કરવામાં આવ્યો છે જેનો નવો ભાવ અમલમાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતી એવી સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
જેમાં પશુઓ માટે સાબર ડેરીદ્વારા ઉત્પાદન કરવામાં આવતા પશુદાણમાં પ્રતિબેગે રૂપિયા ૫૦નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ૬૫ કિલો પશુદાણની બેગનું પહેલા ૧૬૦૦ રૂપિયાના ભાવે વેચાણ સાબર ડેરી દ્વારા કરવામાં આવતુ હતું. જો કે હવે ૧૫૫૦ રૂપિયાના બાવે પશુદાનનું વેચાણ કરવામાં આવશે.
સાબરડેરી દ્વારા રૂપિયા ૫૦નો ભાવ ઘટાડો કરવાથી દૈનિક ૮ લાખ રૂપિયાની બચત સાબરડેરીને થશે સાથે વાર્ષિક ૩૦ કરોડ રૂપિયાનફો પશુપાલકોને થશે તેવુ સાબરડેરીના ચેરમેન શામળ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે સાબર ડેરીના કેટલફિડ પ્લાન્ટ દ્વારા દૈનિક ૧૮ થી ૨૦ હજાર બેગનું ઉત્પાદન થાય છે. જો કે ૧૫ હજાર કરતાં વધુ પશુદાણની બેગનું વેચાણ થઈ રહ્યુ છે. જ્યારે નિયામક મંડળના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશી જોવા મળી છે.