Western Times News

Gujarati News

રશિયાએ પાક. સાથે કરાર કર્યાે મધ્ય એશિયા સુધી રેલવે દોડશે

નવી દિલ્હી, ભારતના મિત્ર દેશ રશિયાએ પાકિસ્તાનની સાથે એક મહત્વનો કરાર કર્યાે છે. આ અંતર્ગત રશિયા અને મધ્ય એશિયા સુધી પાકિસ્તાનથી ટ્રેનોની કેન્કટિવિટી થશે. આ ઉપરાંત, રોડથી પણ પાકિસ્તાનથી લઈને રશિયા અને મધ્ય એશિયા સુધી પહોંચી શકાશે.

ચીનના તિયાનજિનમાં શાંઘાઇ શિખર સંમેલનથી અલગ આયોજિત બેઠક દરમિયાન પાકિસ્તાનના કેબિનેટ મંત્રી અબ્દુલ અલીમ ખાન અને રશિયાના પરિવહન મંત્રી આંદ્રે સેરગેવિચ નિકિતિનની વચ્ચે આ કરારને લઈને સહમતી થઈ છે.

બંને નેતાઓએ કહ્યું કે આનાથી રશિયા અને પાકિસ્તાનની વચ્ચે આર્થિક અને વ્યાપારિક સહયોગ વધશે. આ કરારને પાકિસ્તાન પોતાની સફળતા ગણાવી રહ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે આ કરારથી અમારો દેશ મોટો ટ્રાન્ઝિટ હબ બની જશે. તેનાથી બિઝનેસ કોરિડોર બનશે અને માલની હેરાફેરી સરળ થઈ શકશે. રશિયા અને સેન્ટ્રલ એશિયા સુધી પહોંચવું સરળ બની જશે.

રશિયાના મંત્રી આંદ્રે નિકિતિને કહ્યું કે રશિયા અને પાકિસ્તાનના સહયોગમાં એવી તાકાત છે કે ક્ષેત્રીય સમીકરણ બદલાઈ જશે. રશિયાની પ્રતિબદ્ધતા છે કે પાકિસ્તાનની સાથે કનેક્ટિવિટી વધારવામાં આવે અને વ્યાપારમાં વૃદ્ધિ થાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.