Western Times News

Gujarati News

૭૦ વર્ષથી વધુ વયના ૨૦૦ સિનિયર સિટિઝનોએ આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ધાટલોડિયાના કાર્યાલય પરથી ૬૫ થી વધુ વયના ૩૪૭ સિનિયર સિટીઝનોએ AMTS અને BRTS બસમાં નિશુલ્ક મુસાફરી માટેના કાર્ડ કઢાવ્યા

આ કેમ્પનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી થયુ

આ કેમ્પમાં તમામ સિનિયર સિટીઝનોને કોઇપણ પ્રકારની અગવડ ઊભી ન થાય એ પ્રકારનું સુંદર આયોજન કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ૬૫ થી વધુ વયના તમામ નાગરિકો એએમટીએસ અને બીઆરટીએસ બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય બાદ પ્રથમ વાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શનમાં તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ધાટલોડિયાના કાર્યાલય પરથી ૬૫ થી વધુ વયના સિનિયર સિટીઝન માટે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકે એ માટે નિ:શુલ્ક મુસાફરી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ૩૪૭ સિનિયર સિટીઝનોના કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.આ સાથો-સાથ ૭૦ વર્ષથી વધુ વયના ૨૦૦ જેટલા સિનિયર સિટિઝનોએ આયુષ્માન વય વંદના કાર્ડ પણ કઢાવ્યા હતા. આમ, એક દિવસમાં કુલ ૫૪૭થી વધુ સિનિયર સિટીઝનોએ આ વિવિઘ યોજનાનો લાભ લીધો છે.

આ કેમ્પના આયોજન અંગે વાત કરતા એએમટીએસ ચેરમેન શ્રી ધરમસિંહ દેસાઇએ જણાવ્યું હતુ કે, ૫ જુલાઈ શનિવારના રોજ સવારના ૯.૦૦ વાગ્યાથી આ કેમ્પનું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ધાટલોડિયાના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં સવારથી નાગરિકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.આ કેમ્પ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યાલય પર તમામ સિનિયર સિટીઝનોને કોઇપણ પ્રકારની અગવડ ઊભી ન થાય એ પ્રકારનું સુંદર આયોજન કરવામાં હતું.

એએમટીએસ ચેરમેન શ્રીએ વધુમાં કહ્યું કે,આ કેમ્પની મુખ્ય વિશેષતા એ પણ હતી કે સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્ડ કાઢવા માટેની જે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે ત્યાં આ કાર્ડની કિંમત રૂ.૭૫ રાખવામાં આવી છે,જ્યારે મુખ્યમંત્રીશ્રીના વિધાનસભા મત વિસ્તાર ધાટલોડિયાના કાર્યાલય પરથી જે પણ કાર્ડ ઇસ્યૂ થયા એ સંપૂર્ણ ખર્ચ મુખ્યમંત્રી શ્રીના ખર્ચમાં ગણાશે એટલે કે નાગરિકોને એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે એમ નિ:શુલ્ક કેમ્પનું આયોજન મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં થયું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,આ કેમ્પમાં આવનાર તમામ સિનિયર સિટીઝનને શરૂઆતમાં કાર્યલાય પરથી ફોર્મ ભરીને આપવામાં આવતું હતું.ત્યારબાદ નાગરિકોને ૪ થી ૫ મિનિટની અંદર જ તુરંત જ કાર્ડ બનાવીને હાથો-હાથ આપી પણ દેવામાં આવ્યું હતું.આ તમામ સુવિધાઓ જોઇને અહીં આવનાર તમામ સિનિયર સિટીઝનોએ દિલથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

સિનિયર સિટીઝનના હાથમાં કાર્ડ આવતાની સાથે જ કહું,અહીં સુંદર વ્યવસ્થા જોવા મળી*

ધાટલોડિયાના રહેવાસી રમેન્દ્ર રાવલ કહે છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૬૫થી વધુ વયના તમામ નાગરિકો માટે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં નિ:શુલ્ક મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે, એ ખુબ જ સરહાનિય છે. આ નિર્ણય અનુસંસાધાને નાગરિકોને સરળતાથી કાર્ડ મળી રહે એ માટે મુખ્યમંત્રીશ્રીના વિધાનસભા મત વિસ્તાર ધાટલોડિયાના કાર્યાલય પરથી મફત મુસાફરી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,

જેનો અમે પણ લાભ લીધો છે. અમને અહીં કોઇપણ પ્રકારના ચાર્જ લીધા વગર તુરત જ કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. સિનિયિર સિટીઝનો માટે અહીં ખુબ જ સુંદર પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સેવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ આભાર વ્યક્ત કરું છે.

માત્ર ૫ મિનિટમાં જ મારા હાથમાં કાર્ડ આપી દેવામાં આવ્યું*

આ યોજનાનો લાભ લેનાર વધુ એક લાભાર્થી કિરણભાઇ શાહ કહે છે કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી માટે મુખ્યમંત્રીશ્રીના વિધાનસભા મત વિસ્તાર ધાટલોડિયાના કાર્યાલય પરથી મફત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેં મારા ૬૮ વર્ષના જીવનમાં આ પ્રકારની વ્યવસ્થા પ્રથમવાર જોઇ છે. અહી મને માત્ર ૫ મિનિટમાં જ મારા હાથમાં કાર્ડ આપી દેવામાં આવ્યું છે. એટલે કે કહીં શકાય કે,અહીં નાગરિકો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.