Western Times News

Gujarati News

સિરાજ-આકાશ દીપે 17 વિકેટ લઈને મેચની દિશા બદલી

બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત

(એજન્સી) બર્મિગહામ,  પ્રવાસી ભારતીય અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે જેમાં પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસથી ભારત મજબૂત રહ્યું હતું.

ભારતે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં હરાવી સીરીઝ ૧-૧થી લેવલ કરી છે. પહેલી ઈનિંગ્સમાં ભારતે પ૮૭ રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન શુભમ ગિલના ર૬૯ રન, યશસ્વીના ૮૭ અને રવિન્દ્ર જાડેજાના ૮૯ રન મહત્ત્વના હતા તેના જવાબમાં ઈંગ્લેન્ડ ૪૦૭ રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું.

ઈંગ્લેન્ડ વતી સ્મિથે ૧૮૪ અને બ્રુકે ૧પ૮ રન બનાવ્યા હતા. જેના પરિણામે ઈંગ્લેન્ડ ૪૦૭ રનના સ્કોર પર પહોંચી શક્યું હતું. ભારતે ૧૮૦ રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી હતી. બીજા દાવમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી. કેપ્ટન શુભમ ગિલે બીજા દાવમાં ૧૬૧ રન બનાવ્યા હતા. ભારતે બીજા દાવમાં ૪ર૭ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.

ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૦ ઉપરાંત રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજા દાવમાં ભારતના ફાસ્ટ બોલર આકાશ દીપે વૈધક બોલિંગ કરી હતી અને ઈગ્લેન્ડના મુખ્ય બેસ્ટમેનોને આઉટ કરી ભારતની જીતની ખૂબ જ નજીક લાવી દીધું હતું. ઈંગ્લેન્ડ વતી બીજા દાવમાં એક માત્ર સ્મિથે ૮૮ રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજે પણ ૧ વિકેટ ઝડપી હતી. આખરે ઈંગ્લેન્ડની ૨૭૧ રનમાં ૧૦મી વિકેટ પડતાં જ ભારતનો ભવ્ય વિજય થયો હતો.

આ સિરીઝમાં ટેસ્ટમાં કેપ્ટનશીપ શરૂ કરનાર શુભમન ગિલ પ્રથમ ઇનિંગમાં 95/2 ના સ્કોર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેની સામેનો સ્કોર 211/5 થયો, અહીંથી તેણે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સાથે સદીની ભાગીદારી કરી. ગિલે એક છેડો પકડી રાખ્યો અને બેવડી સદી ફટકારી. તેણે 269 રન બનાવ્યા અને ટીમને 587 રન સુધી પહોંચાડી.

બીજી ઇનિંગમાં, ગિલ 96/2 ના સ્કોર પર બેટિંગ કરવા આવ્યો. આ વખતે, 180 રનની લીડ સાથે રમતી ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને ટાર્ગેટનો આપવાનો હતો. ગિલે ફરી એકવાર જવાબદાર ઇનિંગ રમી અને 161 રન બનાવીને સ્કોર 400 ને પાર પહોંચાડ્યો. ગિલે બંને ઇનિંગમાં સંયુક્ત રીતે 430 રન બનાવ્યા, જેના કારણે ઇંગ્લેન્ડને ચોથી ઇનિંગમાં 608 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.