ઈડીએ જપ્ત કરેલી સંપત્તિને મુક્ત ન કરી શકાયઃ એનસીએલએટી

નવી દિલ્હી, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના એપેલેટ ટ્રિબ્યુનલે એક મહત્ત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું હતું કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ઉપરવટ નથી અને ઇડી દ્વારા જપ્ત કરાયેલી કંપનીની સંપત્તિને નાદારીની પ્રક્રિયા માટે મુક્ત કરી શકાય નહીં.
એનસીએલટીએ જણાવ્યું હતું કે આઈબીસીની કલમ ૧૪ હેઠળ રિઝોલ્યુશન માટે સંપત્તિઓ પર મોરેટોરિયમ લાગુ કરવામાં આવે છે, પરંતુ જો મિલકત ગુનાની આવક હોવાનો આરોપ હોય અને કાયદા હેઠળ સક્ષમ અધિકારીના ન્યાયક્ષેત્ર હેઠળ હોય તો આવી મિલકતને મુક્તપણે ઉપલબ્ધ રિઝોલ્યુશન સંપત્તિનો ભાગ ગણી શકાય નહીં.
એપેલેટ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે જો પીએમએલએ હેઠળ ઇડીએ સંપત્તિ જપ્ત કરી હોય અને કોર્ટે તેને માન્ય રાખી હોય તો તેને આઇબીસી હેઠળ પૂર્વતત કરી શકાતી નથી. આઈબીસીની કલમ ૨૩૮ અન્ય કાયદાઓથી ઉપરવટ છે, પરંતુ તે ગુનાની આવકને લગતી કાર્યવાહીના સંદર્ભમાં પીએમએલએને ઓવરરાઇડ કરી શકતી નથી.
ઈડી લેણદાર તરીકે નહીં, પરંતુ કાયદા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરે છે. જપ્ત કરાયેલી સંપત્તિઓ લેણદારોની માગણી સંતોષવા માટે નથી, પરંતુ તે એફએટીએફ અને યુએન સંમેલનો હેઠળ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને જાળવી રાખવા માટે છે.
ટ્રિબ્યુનલે એનસીએલટીના આદેશને માન્ય રાખ્યો હતો. દુનાર ફૂડ્સના રિઝોલ્યુશન પ્રોફેશનલે એનસીએલટીના આદેશ સામે કરેલી અપીલની સુનાવણી કરતાં એપેલેટ ટ્રિબ્યુનલે આ આદેશ આપ્યો હતો. એનસીએલટીએ આ દેવાગ્રસ્ત કંપનીની કામચલાઉ રીતે જપ્ત કરેલી સંપત્તિઓ મુક્ત કરવા માટે ઈડીને આદેશ આપવાનો ઇનકાર કર્યાે હતો.
૨૨ ડિસેમ્બર ૨૦૨૭એ એનસીએલટીની મુંબઈ બેન્ચે દુનાર ફૂડ સામે નાદારીની કાર્યવાહી ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. આ કંપની બાસમતી રાઇસના પ્રોસેસિંગ અને નિકાસનો બિઝનેસ કરે છે. કંપનીએ રૂ.૭૫૮.૭૩ કરોડની લોનનું રિપેમેન્ટ ન કરતાં એસબીઆઇની આગેવાની હેઠળની બેન્કોના કોન્સોર્ટિયમે નાદારીની પ્રક્રિયા માટે અરજી કરી હતી.
આ દરમિયાન ઇડીએ દુનાર ફૂડ્સની સહયોગી કંપની પીડી ડી એગ્રોપ્રોસેસર્સ સામે તપાસ ચાલુ કરી હતી. આ પછી ઈડીએ દુનાર ફૂડ્સની ૧૭૭.૩૩ કરોડની અનેક સ્થાવર અને જંગમ સંપત્તિઓ જપ્ત કરી હતી, જેના કારણે કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલએ એનસીએલટીમાં કામચલાઉ રીતે જપ્ત કરાયેલી મિલકતોને તાત્કાલિક ડી-એટેચ કરવાની માંગ કરી હતી.SS1MS