અમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ

તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ
Ahmedabad, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે.
નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી ડામરનો ઉપયોગ કરી રોડ રસ્તા સરખા કરવામાં આવી રહ્યા છે, જેમાં ઠક્કરનગર રોડ, શાહિબાગ, અસારવા, વલ્લભસદન, પાલડી ક્રોસ રોડ, વતન ગલી રોડ અમરાવાડી, વાડિલાલ હાઉસ મીઠાખળીનો સમાવેશ થયો છે.