Western Times News

Gujarati News

PM મોદી સરકારમાં સામેલ કોઈ ચહેરાને સંગઠનમાં લાવવામાં આવી શકે છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં પાંચ કેન્દ્રીય મંત્રીઓ -એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની સરકારમાં સામેલ કોઈ ચહેરાને સંગઠનમાં લાવવામાં આવી શકે છે

(એજન્સી)નવી દિલ્હી, દેશ જ નહીં પણ દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે અટકળો તેજ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં પાછા ફર્યા પછી આ જાહેરાત થઈ શકે છે.

ત્રણ કેન્દ્રીય મંત્રીઓ શિવરાજ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન અને મનોહર લાલ ખટ્ટરના નામ પણ રેસમાં છે. ઓબીસી નેતા તરીકે ભૂપેન્દ્ર યાદવનું નામ પણ રેસમાં હોવાનું કહેવાય છે. ભાજપના કેટલાક મહિલા નેતાઓના નામ પણ આ રેસમાં સામે આવ્યા છે, જેમાં નિર્મલા સીતારમણ અને પુરંદેશ્વરીનો સમાવેશ થાય છે. આ રીતે પાંચ કેન્દ્રીય મંત્રીઓ રેસમાં હોવાનું કહેવાય છે.

ભાજપ સંગઠનના બંધારણ મુજબ, તેમણે પૂરતી સંખ્યામાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે જરૂરી છે. એવું માનવામાં આવે છે કે સંભવિત દાવેદારોને લઈને સંગઠનમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૩માં જ પૂર્ણ થયો હતો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે.

બિહાર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫માં યોજાઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલ ૨૦૨૬ માં યોજાઈ શકે છે. બિહારમાં, ભાજપ-જેડીયુ સરકાર બચાવવાના પડકારનો સામનો કરી રહ્યું છે, જ્યારે બંગાળમાં, ભાજપ તૃણમૂલ કોંગ્રેસ સરકારને ઉથલાવી પાડવા માટે લાંબા સમયથી આક્રમક હિન્દુત્વવાદી વલણ અપનાવી રહ્યું છે.

ભાજપે ૨૫ થી વધુ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. ભાજપના મહાસચિવ સુનીલ બંસલ અને વિનોદ તાવડેના નામ પણ લેવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, ભાજપ એવા ચહેરા પર દાવ લગાવવા માંગે છે જે સંગઠનાત્મક અનુભવ ધરાવે છે અને જાતિ અને પ્રાદેશિક સમીકરણોમાં પણ સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. પાર્ટી આગામી બિહાર અને બંગાળ વિધાનસભા ચૂંટણીના મહત્વને અવગણી શકે નહીં.

પાર્ટીના બંધારણ મુજબ, ભાજપે થોડા મહિના પહેલા રાજ્ય સ્તરે સંગઠનાત્મક ચૂંટણીઓ યોજી હતી. તે પહેલાં, રાજ્યમાં જિલ્લા અને વિભાગીય સ્તરે પણ ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારબાદ દેશના ૫૦ ટકા રાજ્યોમાં રાજ્ય ભાજપ પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. ૨ જુલાઈના રોજ, પાર્ટીએ ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપ પ્રમુખની જાહેરાત કરી. આમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રથી લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રમુખના નવા નામ પર પણ બધાની નજર રહેશે.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે મજબૂત દાવેદારોમાં સામેલ છે.ૅમ્ઝ્ર શ્રેણીના હોવાને કારણે, શિવરાજને ભાજપ તેમજ સંઘમાં પણ ઘણી હદ સુધી સ્વીકારવામાં આવે છે. ચૌહાણની બોલવાની શૈલી અને મૈત્રીપૂર્ણ સ્વભાવ પણ તેમના પક્ષમાં જાય છે. તેઓ લાંબા સમયથી ઇજીજી સાથે જોડાયેલા છે.

મુખ્યમંત્રી તરીકે તેમનો લાંબો કાર્યકાળ રહ્યો છે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પાસે સત્તા અને સંગઠન બંનેનો અનુભવ પણ છે. લાંબા સમયથી ઇજીજી સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ શાંત અને પડદા પાછળના નેતાઓમાંના એક રહ્યા છે. તેઓ પીએમ મોદીના ખૂબ નજીકના પણ છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સંગઠનના જૂના અનુભવી છે.

બિહાર-એમપીથી ગુજરાત સુધીના ચૂંટણી પ્રભારી તરીકે તેમણે પોતાની સંગઠનાત્મક કુશળતા ખૂબ સારી રીતે દર્શાવી છે. તેઓ જાતિ સમીકરણોમાં પણ બંધબેસે છે. દેશમાં ૫૪ ટકા ઓબીસી વસ્તીને ધ્યાનમાં લેતા, ભૂપેન્દ્ર યાદવ ભાજપ માટે એક મોટો ચહેરો બની શકે છે. આ વર્ષે બિહારમાં અને ૨૦૨૭ માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લેતા, નિર્ણય તેમના પક્ષમાં આવી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.