સાસુ-સસરાની હત્યા કરી ભાગી ગયેલો જમાઈ ઝડપાયો

AI Image
ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં એક દંપતી પોતાના ઘરે હતું તે વેળાએ તીક્ષ્ણ છરી સાથે ધસી આવેલા જમાઈએ સાસુ-સસરા ઉપર અચાનક જીવલેણ હુમલો કરી દંપતીને મોતને ઘાટ ઉતારી નાસી છૂટેલા હત્યારા જમાઈને પોલીસે ઝડપી લીધો છે. ત્રણ સંતાનની માતાએ બીજા લગ્ન કરી લેતા પતિએ તેના સાસુ-સસરાની હત્યા નિપજાવી હોવાનું જાણવા મળેલ છે.
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા, શાળા નં.૭ નજીક રહેતા ૪પ વર્ષીય પત્ની ભારતીબેન રમેશભાઈ ડોળાશીયા પોતાના ઘરે હાજર હતા તે સમયે તેમનો ૩૦ વર્ષીય જમાઈ અજય રાજુભાઈ ભીલ ઘરે આવ્યો હતો જે બાદ અજય ભીલે તેમની પત્ની સાથેના ઘરકંકાસને લઈ સાસુ-સસરા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો
જે બાદ અજય ભીલે ઉશ્કેરાઈ જઈ દંપતી કંઈ સમજે એ પહેલાં જ દંપતી ઉપર જીવલેણ હુમલો કરી પેટના ભાગે છરીના તિક્ષણ ઘા ઝીંકી દેતા દંપતી લોહીલુહાણ થયું હતું જેમાં દંપતીનું મૃત્યુ થતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. જમાઈ ભીલ હત્યા કરી ત્યાંથી નાસી ગયો હતો.
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ અજય અને તેમના પત્ની વચ્ચે અણ બનાવ હતા અને બન્નેને ત્રણ સંતાનો હતા જેને તરછોડી અજયની પત્નીનએ બીજા લગ્ન કરી લેતા જેની દાઝ રાખી સાસુ સસરાને મોટને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી સાસુ-સસરાની હત્યા કરી નાસી છૂટેલા આરોપી જમાઈને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.