નડિયાદના દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત મૈત્રી રાખી ઉત્સવ – પ્રદર્શન અને વેચાણ ૨૦૨૫

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ ની મૈત્રી સંસ્થા દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટેની સેવા પ્રવૃત્તિઓ છેલ્લા ૨૭ વર્ષથી કરતી આવી છે હાલમાં જ જ્યારે રક્ષાબંધન પર્વનો તહેવાર નજીક આવતો હોય ત્યારે આ દિવ્યાંગ બાળકો તેમની દિવ્યાંગતા ને અવગણી અવનવી ૫૦૦૦ કરતા વધારે ડિઝાઈનર રાખડીયો
છેલ્લા ચાર મહિનાથી બનાવી રહ્યા છે જે બજાર કરતા પણ ઘણી સારી અને સસ્તી છે આ બાળકો આપણા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આપણા સૌની એક ફરજ બને છે કે
આ વર્ષની રક્ષાબંધન આપણે મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડીઓથી જ ઉજવીએ અને તેમના આ પ્રયત્નને સાર્થક કરીએ તથા તેમને આત્મનિર્ભર બનવા માટે સહાયરૂપ બનીએ આમાં એક વિશેષતા એ છે કે દરેક ધર્મના બાળકો જોડાઈ અને રાખી બનાવે છે જે સર્વ ધર્મ સમભાવ સૂત્રને સાર્થક કરે છે આ ઉપરાંત સંસ્થા દ્વારા નડિયાદ સિવાય અન્ય શહેર અથવા વિદેશમાં પણ જો રાખડી મંગાવવામાં આવશે
તો પાર્સલ દ્વારા પણ મોકલવાની આ વર્ષે વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રદર્શન તારીખ ૧ જુલાઈ ૨૦૨૫ થી રક્ષાબંધનના દિવસ સુધી રાખડીઓ મળશે. આપ મૈત્રી સંસ્થા, નગરપાલિકા શાળા, પીજ ભાગોળ, નવા બસ સ્ટેન્ડ સામે, નડિયાદ. ખાતેથી મેળવી શકો છો સંપર્ક ૯૦૩૩૨૪૨૪૪૦