Western Times News

Gujarati News

એજબેસ્ટનની જીત હંમેશા મારી યાદોમાં રહેશે: ગિલ

બ‹મગહામ, ભારતના કેપ્ટન શુભમન ગિલે બ‹મગહામમાં ટેસ્ટ સિરીઝ બરાબર કરનારી શાનદાર જીતને યાદગાર ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે ભારતને પહેલી ટેસ્ટ જીત અપાવવી તેમની સૌથી પ્રિય યાદોમાંની એક હશે.

૨૫ વર્ષીય ગિલની કેપ્ટનશીપની શરૂઆત ભારતે લીડ્‌સમાં શ્રેણીની શરૂઆતી મેચ ગુમાવવાથી કરી હતી, પરંતુ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને બીજી મેચ ૩૩૬ રનના મોટા માર્જિનથી જીતી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ મેદાન પર ભારતની આ પહેલી જીત છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં ગિલે કહ્યું, આ એવી વસ્તુ છે જેને હું મારા બાકીના જીવનભર યાદ રાખીશ. મને લાગે છે કે જ્યારે પણ હું નિવૃત્તિ લઈશ, ત્યારે આ મારી સૌથી પ્રિય યાદોમાંની એક હશે. મારે આ મેચનો છેલ્લો કેચ પકડવો પડ્યો અને હું ખૂબ જ સંતુષ્ટ અને ખુશ છું કે અમે આ મેચ જીતી શક્યા. હજુ ત્રણ મહત્વપૂર્ણ મેચ બાકી છે.

આ મેચ પછી ઝડપી પરિવર્તન આવશે અને મને લાગે છે કે તે સારું છે કારણ કે હવે લય અમારી સાથે છે.ગિલે ઉમેર્યું કે, બધા ખેલાડીઓએ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. જે રીતે બધાએ બોલ અને બેટથી યોગદાન આપ્યું તે ખૂબ જ સકારાત્મક બાબત છે.

આ જ વસ્તુ ટીમને ચેમ્પિયન બનાવે છે અને આ આપણા માટે એક સારો સંકેત છે. ભારતીય કેપ્ટને ડ્રેસિંગ રૂમમાં પોતાના સંબોધનમાં પોતાના સાથી ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું કે, અમે આ સ્થાન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. હું જાણું છું કે ટેસ્ટ મેચ જીતવી કેટલી મુશ્કેલ છે, ખાસ કરીને આ મેદાન પર જ્યાં અમે પહેલાં કોઈ ટેસ્ટ જીતી શક્યા નથી.

હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મને આપણા બધા પર ગર્વ છે, કારણ કે મને લાગે છે કે પહેલા દિવસે આપણે કહ્યું હતું કે ટેસ્ટ મેચ જીતવા માટે આપણે બધાએ યોગદાન આપવું પડશે અને બધાએ તેમાં યોગદાન આપ્યું છે.

ભારતીય કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે કુલદીપ યાદવ જેવા વિકેટ લેનારા સ્પિનરને પ્લેઇંગ ઇલેવનમાં રાખવું હંમેશા આકર્ષક હોય છે, પરંતુ લીડ્‌સમાં નીચલા ક્રમના ખેલાડી બે વાર સસ્તામાં આઉટ થયા પછી, બેટિંગમાં ઊંડાણ ઉમેરવા માટે ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદરને પસંદ કરવામાં આવ્યો હતો.

વોશિંગ્ટનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વિવાદાસ્પદ નિર્ણય અસરકારક સાબિત થયો, કારણ કે ઓલરાઉન્ડરે બેટ અને બોલ બંનેમાં યોગદાન આપ્યું હતું. ભારત લોડ્‌ર્સ ટેસ્ટમાં સમાન રણનીતિ સાથે જશે. લોડ્‌ર્સ ખાતે ત્રીજી ટેસ્ટ ૧૦ જુલાઈથી શરૂ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.