પ્લેન ક્રેશ દુર્ઘટના પછી રાશિને ફ્લાઈટની બીક લાગે છે

મુંબઈ, અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાએ હવાઈ મુસાફરીની સલામતી અંગે અનેક સવાલ ઊભા કર્યા છે. દુર્ઘટના બાદ તેને લગતા અનેક અહેવાલ પ્રસારિત થયા હતા અને આવા અહેવાલો જોયા બાદ રાશિ ખન્નાને ફ્લાઈટમાં બેસવાની વાત આવતાં જ અજંપાનો અનુભવ થાય છે. એક્ટ્રેસ રાશિ ખન્નાએ હવાઈ મુસાફરીમાં લાગી રહેલી બીક અંગે રવિવારે ખુલીને વાત કરી હતી.
રાશિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એરપોર્ટ પરથી ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. રાશિ ફ્લાઈટમાં બો‹ડગની તૈયારી કરી રહી હતી અને આ સમયે તેનું મન ચિંતાથી ભરાયેલુ હતું. રાશિએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ હતું કે, દુનિયમાં ઘણી અશાંતિ છે.
દરેક ફ્લાઈટ હવે અઘરી લાગે છે. આ બીક માત્ર આકાશમાં ઉડાનની નથી, પરંતુ તેને લગતી હેડલાઈન્સનો ભાર લાગે છે. રાશિએ વધુમાં કહ્યું હતું કે, ટ્રાવેલ ક્યાંક દૂર જવા માટે હોય છે. બાદમાં તેની વાત આવતા શ્વાસ થંભી જાય છે.
આવી ટ્રાવેલ એન્ગઝાઈટી અન્ય કોઈ અનુભવે છે? રાશિની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા ફોલોઅર્સે સંખ્યાબંધ રીએક્શન્સ આપ્યા હતા. રાશિને ચિંતા નહીં કરવા અને ભગવાન ભોલેનાથમાં શ્રદ્ધા રાખવા ઘણાં યુઝર્સે સલાહ આપી હતી.
ફ્લાઈટથી ગભરાવાના બદલે સારા અનુભવો યાદ કરવાનું સૂચન પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૨ જૂનના રોજ અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ૨૬૦ વ્યક્તિનાં મોત થયા હતા અને ઘણાં ઘાયલ થયા હતા. દેશભરમાં શોક પ્રસરાવનારી આ ઘટનાએ રાશિની જેમ અનેક લોકોના મન પર ઊંડી અસર કરી છે.SS1MS