લોકો માટે રસ્તો ખોલો BJPના કોર્પાેરેટરો કેમ બોલતા નથી ?! ફરી ટિકીટ લેવાની નથી ?!

નરોડા કઠવાડા રોડ પર આવેલ વ્યાસવાડીનું કથિત ગેરકાયદેસર દબાણ દુર કરી રસ્તો પહોળો કરતા ઉત્તર ઝોનના ટી.ડી.ઓ. અધિકારી કેમ શરમ અનુભવી રહ્યા છે ?!
તસ્વીર નરોડા ખારીકટ કેનાલ અને વ્યાસવાડીને અડીને નીકળતા રોડ રસ્તાની છે ! ત્યાં રોડ હાલ ખારીકટ કેનાલનું કામ કરતા કોન્ટ્રાકટરે રસ્તો સીલ કરી દેતાં લોકો ભારે હાલાકીમાં મુકાયા છે ?! તસ્વીરમાં જે દિવાલ દેખાય છે તે દિવાલ કથિત રીતે ગેરકાયદેસર બાંધકામ છે ! અને આ ગેરકાયદેસર બાંધકામ ન તૂટે તે માટે ત્યાં “મંદિર” ઉભુ કરી દેવાયું છે ?! અને ઉત્તર ઝોનના ટી.ડી.ઓ. ખાતાના અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે !
કે પછી મતોના રાજકારણમં કાયદાનું શાસન પડી ભાંગ્યું છે ?! જો વ્યાસવાડીની દિવાલ કપાતમાં જાય છે છતાં મ્યુનિ.કોર્પાેરેશન પગલા નથી લેતું એવું લોકોનું માનવું છે ત્યારે આ સંજોગોમં આ દિવાલ ગેરકાયદેસર હોય તો ફરજ કોની છે ?! આજે એ કથિત ગેરકાયદેસર બાંધકામ વાળો કોટ તૂટી ગયો હોત.
આજે લોકોને જવા-આવવા માટે મુશ્કેલી ના પડી હોત ! દેશમાં “રામ મંદિર” બની ગયું પણ નૈતિકતાસભર “રામરાજય” સ્થપાતું નથી એનું શું ?! ભા.જ.પ.ના કોર્પાેરેટરો શું કરે છે ?! ભા.જ.પે. આવા વિવાદ સમયે કાંઈ ન કરતા કોર્પાેરેટરોને ફરી ટિકીટ ન આપવી જોઈએ ! આ અંગે શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂઆત થશે ! આ બધું બાંધકામ ગેરકાયદેસર છે ?! મ્યુનિ. કોર્પાેરેશન ત્યાં કયારે ત્વરીત પગલા લેશે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
મહાન કાયદાવિદ અને તત્વચિંતક થોમસ કુલરે કહ્યું છે કે, “કયારેય તમે તમારી જાતને એટલી ઉંચી ન સમજો, કાયદો તમારાથી પણ ઉંચો છે”!! અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, “ન્યાયતંત્રનું વહાણ એ સરકારનો સૌથી મજબુત આધારસ્તંભ છે”!! અમદાવાદ શહેરમાં ખાડાઓનું રાજ ચાલે છે !! વિકાસ દિન પ્રતિદિન કથિત રીતે ભ્રષ્ટ થતો જાય છે !
લોકોમાં એવી શંકા પ્રવર્તે છે કે કોન્ટ્રાકટરોના હપ્તા ઉપર સુધી પહોંચે છે ?! માટે કાયદાનું રાજ પડી ભાંગ્યું છે ?! એની તપાસ કોણ કરી શકે ?! અમદાવાદ શહેર મ્યુનિ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાની કરી શકે ?! કયાં જયુડીશ્યરી ઈન્કવાયરી તપાસ દ્વારા સત્ય બહાર લાવી પ્રજાને સહાય કરી શકે ?! નરોડા કઠવાડા રોડ ઉપર આવેલો વ્યાસવાડીનો ઘણો મોટો ભાગ કપાતમાં જાય છે ત્યાં ગેરકાયદેસર ચણતર કરીને ખારીકટ કેનાલથી શિતલનાથ સુધીનો રસ્તે સાંકડો થઈ ગયો છે !
પરંતુ કોઈને કાયદાના શાસનની પડી નથી ! વ્યાસવાડીનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવાની સોદાબાજી થઈ છે કે શું ?! લોકોની અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવો, મોટો કરવો એ ઉત્તર ઝોનના ટી.ડી.ઓ. અધિકારીશ્રીઓની ફરજ નથી ?! મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની પગલા લેશે કે આમ જ ચાલશે ?!
નરોડા કઠવાડા રોડ, વ્યાસવાડી પાસેની ખારીકટ કેનાલનું કામ કરતા કોન્ટ્રાકટર લોકોને અવર જવર કરવા માટે વૈકÂલ્પક વ્યવસ્થા કર્યા વગર પતરા દ્વારા સીલ મારી ભાગી જતાં બે લાખ લોકો તકલીફમાં મુકાયા છે શું આવા નિર્લજ કોન્ટ્રાકટરોને કોઈ પુછનાર નથી ?!
ખારીકટનો પુલ તોડતા પૂર્વે કે રોડ રસ્તાને સીલ મારી ટ્રાફિક સમસ્યા ઉભી કરનાર કોન્ટ્રાકટરો સામે શહેર મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની કે શહેર પોલીસ કમિશ્નરશ્રી કે નરોડા પોલીસ સ્ટેશન કોન્ટ્રાકટરો વિરૂધ્ધ પગલા લેશે ?!
તસ્વીર નરોડા, કઠવાડા રોડ, માછલી સર્કલ, વ્યાસવાડી પાસે આવેલી ખારીકટ કેનાલની કામગીરીની બોલતી આ શરમજનક તસ્વીર છે ! નરોડા કઠવાડા રોડ પર ખારીકટ કેનાલનું કામ સંભાળતા કોન્ટ્રાકટરે સમયસર કામ પુરૂં કરી શકયા નથી ! અને ગોકળગાયની ગતિએ કામ કરતા આ કોન્ટ્રાકટરો પાસે પુરતો સ્ટાફ પણ નથી !
જો કદાચ હોત તો કામ યુદ્ધના ધોરણે પુરૂં થઈ ગયું હોત ! એના બદલે હરિદર્શન રોડથી નરોડા, કઠવાડા રોડ ઉપર અનેક સોસાયટીઓ આવેલી છે ત્યાં બે લાખ લોકોની અવર જવર માટેનો રસ્તો એકાએક પતરા મારી બંધ કરી દેતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે ?! અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ?! આ સંજોગોમાં કામ કરતા કોન્ટ્રાકટરોની ફરજ હતી કે રસ્તા બરોબર તૈયાર કરી જરૂરી સલામતીની વ્યવસ્થા ગોઠવી ખર્ચ કરવામાં ઉદાસીનતા ન રાખવી જોઈએ ! વ્યાસવાડીની દિવાલને અડીને જતા રોડ ઉપર પતરા મારી દેતા બાળકોને શાળાએ મુકવા જવા માટે વાહનો કાઢવાની તકલીફ પડી ગઈ છે !
ખારીકટ કેનાલનો પુલ તોડતા પહેલા વિચાર કરવો જોઈતો હતો અથવા કામચલાઉ વૈકÂલ્પક વ્યવસ્થા ઉભી કરવાની પણ જરૂરી હતી ! અમદાવાદ શહેરના મુખ્ય મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીને પણ આ લોકો સાચી માહિતી આપતા નથી ?! ત્યારે હવે બે માસ સુધી લોકોએ હેરાન થવાનું ?! આવા નિષ્ફળ અને બેફીકરાઈ અને તાનાશાહી ચલાવી રોડ, રસ્તા બંધ કરી દેનાર અને ટ્રાફિક સમસ્યા સર્જનાર કોન્ટ્રાકટરો સામે કોઈ કાનૂની કાર્યવાહી મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની કરશે ?!
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી મલેક સાહેબ કરશે ?! નરોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જાગશે ?! રોડ-રસ્તાને સીલ મારી નાસી છુટેલા કઠવાડા રોડ, ખારીકટ કેનાલ પર કામ કરતા કોન્ટ્રાકટરો સામે કોણ પગલા લેશે ?! નરોડામાં કોંગ્રેસ પણ આ પ્રશ્નને વાચા આપવાની જરૂરી છે ! જુઓ સીલ મારવાનું કેવું નાટક રચાયું છે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)