AMC અંદાજે રૂ.૧૦૦ કરોડનો ખર્ચ કરશે લો ગાર્ડન- મીઠાખળીને પ્રિસેન્ટ એરિયા ડેવલપ કરવા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે માટે આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આઈકોનીક રોડ શહેરના અલગ અલગ પ્રવેશદ્વાર પાસે તૈયાર કરવામાં આવે છે.
હવે શહેરની મધ્યમાં લો ગાર્ડન વિસ્તારમાં એક અલગ થીમથી જ રોડ ડેવલપ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જે લો ગાર્ડન, મીઠાખળી અને સી.જી.રોડને આવરી લેશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના લો ગાર્ડન વિસ્તારને પ્રિસેન્ટ તરીકે ડેવલપ કરવામાં આવશે જેના માટે અંદાજે રૂ.૯૯ કરોડનો ખર્ચ થશે. આ રોડની લંબાઈ ૬.૬ કિ.મી.ની રહેશે.
પ્રિસેન્ટ એરિયાને સ્ટ્રીટ ફર્નિચર સાથે ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત તેમાં સુવ્યવસ્થિત પા‹કગની સુવિધા, નાગરિકોને ચાલવા માટે પ્લાન્ટેશન યુક્ત વોક વે તેમજ ફુટપાથની વ્યવસ્થા, વેન્ડીગ ઝોન, ગજેબો, બેસવા માટે બેચીસ, લેન્ડ સ્કેપીંગ વગેરે પણ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત ટ્રાફિક એન્જીનીયરીંગને લગતી કામગીરી જેવી કે ટ્રાફિક સાયનેજીસ, થર્મો પ્લાસ્ટીક પેઈન્ટ વડે રોડ મા‹કગ પણ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન તેમજ મીઠાખળીને પ્રિસેન્ટ એરિયા તરીકે ડેવલપ કરવા માટે રૂ.૯૯.૯૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.