ગુજરાત-રાજસ્થાનના રૂ.૩૬ હજાર કરોડના પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક કરવા દિલ્હીમાં બેઠક

Presentation Image
સોલાર એનર્જી ઝોન સ્થાપિત કરવા, રિલાયન્સ જિઓના ટેલિકોમ્યુનિકેશન નેટવર્કનું વિસ્તરણ જેવી કામગીરી થશે
અમદાવાદ, ગુજરાત અને રાજસ્થાનમાં રૂ. ૩૬૨૯૬ કરોડના પેન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ફાસ્ટ ટ્રેકમાં કામ શરૂ કરવા માટે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે નડી રહેલા ૨૪થી વધુ પડકારોને દૂર કરવા પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને અસર કરતાં મુખ્ય મુદ્દાઓની સમીક્ષા કરવા ગત સપ્તાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
જેમાં પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રૂપ મિકેનિઝમ દ્વારા અવરોધો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં સોલાર એનર્જી ઝોન સ્થાપિત કરવા, રિલાયન્સ જિઓના ટેલિકોમ્યુનિકેશન નેટવર્કનું વિસ્તરણ જેવી કામગીરી સામેલ છે.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ પ્રિન્સિપાલ ઈકોનોમિક એડવાઈઝર પ્રવીણ મહતોએ જણાવ્યું હતું કે, ગુજરાત અને રાજસ્થાનમાં કુલ રૂ. ૩૬૨૯૬ કરોડના ૧૮ પ્રોજેક્ટમાં ૨૨ સમસ્યાઓ નડી રહી છે. જેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમસ્યાઓને દૂર કરવા માટે અધિકારીઓને પ્રોએક્ટિવ એપ્રોચ (કાર્યક્ષમ વલણ) અપનાવવામાં દોરવણી આપવામાં આવી છે.
પ્રવીણ મહતોએ જણાવ્યું હતું કે, ખાનગી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે પીએમજી પ્લેટફોર્મની સક્રિયપણે મદદ લેવાઈ રહી છે. કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકાર, અને ખાનગી સ્ટેકહોલ્ડર્સનું સંકલન કરવા પર ભાર મૂક્્યો છે. જેથી આ પ્રોજેક્ટ સંબંધિત નડતાં પડકારોને ઝડપથી અને અસરકારક રૂપે દૂર કરી શકાય. ઉલ્લેખનીય છે,
પીએમજી એ એક સંસ્થાકીય પદ્ધતિ છે, જે વિલંબનો સામનો કરી રહેલા અથવા રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો સાથે નિયમનકારી મંજૂરીઓની રાહ જોઈ રહેલા પ્રોજેક્ટ્સમાં સમસ્યાના નિરાકરણને સરળ બનાવવાનું કામ કરે છે.
જો કોઈ કંપની સરકારી મંજૂરીઓ મેળવવામાં અવરોધોનો સામનો કરી રહી છે, તો તેના ઝડપી નિરાકરણ માટે પ્રોજેક્ટ અને તેની સાથેના મુદ્દાઓને પીએમજી પોર્ટલ પર અપલોડ કરી શકે છે. પીએમજી કોઈપણ ફી વિના સેવા પૂરી પાડે છે અને તેની સહાય રૂ. ૫૦૦ કરોડ કે તેથી વધુ રોકાણ ધરાવતા કોઈપણ માળખાકીય અથવા ઔદ્યોગિક પ્રોજેક્ટને ઉપલબ્ધ છે.
આ બેઠકમાં રાજસ્થાન અને ગુજરાતમાં સોલાર એનર્જી ઝોન્સ સ્થાપિત કરવાની યોજનાના અમલ માટે ટ્રાન્સમિશન સિસ્ટમને મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી. રૂ. ૧૪૧૪૭ કરોડના પ્રોજેક્ટનો ઉદ્દેશ સબસ્ટેશન અને ટ્રાન્સમિશન લાઈન્સના માધ્યમથી ઉચ્ચ ક્ષમતાના ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરી રિન્યુએબલ એનર્જીનું નેશનલ ગ્રીડમાં સીમલેસ ઈન્ટિગ્રેશન કરવાનું છે.
ગુજરાતમાં સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં સોલાર ઝોન સ્થાપિત કરવામાં આવશે. જ્યારે રાજસ્થાનમાં જેસલમેર, બિકાનેર અને બાડમેરમાં સોલાર ઝોન બનાવાશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકમાં મદદરૂપ સાબિત થશે.
રિલાયન્સ જિયોના ૫ય્ અને ૪ય્ નેટવર્ક વિસ્તરણ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ પહેલ ૫ય્ મોબાઇલ સેવાઓને અંતરિયાળ અને સીમાડાના વિસ્તારોમાં વિસ્તારવાનો પ્રયાસ કરાશે. હાલના ૪ય્ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત બનાવશે.
વન સંબંધિત નડી રહેલા મુદ્દાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાઓ પૂર્ણ થાય ત્યારબાદ આ પ્રોજેક્ટ ડિજિટલ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે.