બજેટ સત્રનો ઉપયોગ સારી ચર્ચા માટે થાય: વડાપ્રધાન

નવીદિલ્હી, બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઉજ્જવળ ભવિષ્ય માટે સત્રને મજબૂતીથી ચલાવીએ. દલિતો, પીડિતો અને મહિલાઓના સશક્તિકરણનું લક્ષ્ય છે. પીએમ મોદીએ સત્રમાં આર્થિક મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રમાં સારી ચર્ચાની આશા વ્યકત કરતાં કહ્યું કે આ સત્ર આ દાયકાના ઉજ્જવલ ભવિષ્યનો પાયો મજબૂત કરવાનો રહેશે. પીએમ મોદીએ કહ્યું કે બજેટ સત્રનો ઉપયોગ સારી ચર્ચા માટે થાય. અમારી સરકારની નીતિ લોકોને મજબૂત કરવાની રહી છે.પીએમે કહ્યું કે ૨૦૨૦નું અને દાયકાનું પહેલું સત્ર છે.
આપણા બધાનો પ્રયાસ રહેવો જોઇએ કે આ દાયકાના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખનારું આ સત્ર બને. આજે રાષ્ટ્રપતિના સંબોધન બાદ સત્રમાં બજેટ રજૂ કરાશે. પીએમે વિપક્ષનું નામ લીધા આશા વ્યકત કરી કે આ સત્રમાં સારી અને વ્યાપક ચર્ચા થશે.મોદીએ કહ્યું કે આ સત્ર વધુમાં વધુ આર્થિક વિષયો પર કેન્દ્રિત રહેનાર હોય. તેમણે કહ્યું કે આ સત્રમાં આપણે વ્યાપક ચર્ચા કરવી જોઇએ. આપણે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યથી કેવી રીતે ફાયદો ઉઠાવી શકે છે. આપણી આર્થિક ગતિવિધિઓને વધુ મજબૂત કરતાં વૈશ્વિક પરિવેશનો લાભ આપણને મળે તેના પર ચર્ચા થવી જોઇએ.
પીએમે કહ્યું કે તેમની સરકારની ઓળખ દલિત, પીડિત, શોષિત, વંચિત અને મહિલાઓને મજબૂત બનાવનારી રહી છે. તેમણે કહ્યું કે આ દાયકામાં પણ અમારો પ્રયાસ એ દિશામાં રહેશે. હું ઇચ્છું છું કે ગૃહમાં આર્થિક વિષયો અને લોકોને મજબૂત કરનારા વિષયો પર વ્યાપક અને સારી ચર્ચા થાય. તેમણે કહ્યું કે મને આશા છે કે દિવસે દિવસે અમારી ચર્ચાનું સ્તર વધુ સમૃદ્ધ થતું રહેશે.