આમોદ વણકરવાસમાં ૮ ફૂટ લાંબો સાપ નીકળતા રહીશોમાં ગભરાટ

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ વણકરવાસમાં આજરોજ ધામણ પ્રજાતિનો ૮ ફૂટ લાંબો સાપ નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.જેથી આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરતા તેમણે ઝાડીમાં છુપાઈ ગયેલા સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો
અને સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો. વણકરવાસમાં રહીશ ઈશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આમોદ નગરપાલિકાનો ખુલ્લો કાંસ પસાર થાય છે.
જેમાં અનેક ઝેરી જીવજંતુઓ તેમજ સાપો પણ રહેલા છે જે અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે.આજે પણ અમારા મકાન પાસે ૮ ફૂટ લાંબો સાપ આવી જતા અંકિત પરમારે તેનું રેસ્ક્યું કરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દીધો હતો.