Western Times News

Gujarati News

ઈલેકટ્રીક ચાર્જિગ ડેપો-સિટી બસ ડેપોનો વડોદરા ગોત્રીમાં બનતા સ્થાનિકો દ્વારા વિરોધ

પ્રતિકાત્મક

અહીં સ્કૂલો અને રહેણાંક વિસ્તારમાં ડેપો બનાવીને કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે

વડોદરા, વડોદરા શહેરના ગોત્રીમાં ઈલેકટ્રીક ચા‹જગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં  સ્થાનિકોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો હતો. કાળી છત્રી સાથે વિરોધ કરી નાગિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ન બનાવવા માંગ કરી હતી.

સ્થાનિક ભાવિન સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઈલેકટ્રીક બસ ચા‹જગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ઈલેકટ્રીક બસ ચા‹જગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક એપાર્ટમેન્ટ તેમજ ૧પથી વધુ સોસાયટીઓ આવેલી છે.

જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવર જવર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈલેકટ્રીક ચા‹જગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી પ૦૦ મીટરના અંતરે ૩ મટી અને ર નાની સ્કૂલો આવેલી છે. જેમાં ગાયત્રી સ્કૂલ, શાનેન સ્કૂલ, શૈશવ સ્કૂલ તેમજ ર નાના બાળકોની પ્રિ સ્કૂલો આવેલી છે. ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં આ બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માગણી છે.

સ્થાનિક રવિભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે. જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે.

આ ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્ષ પાસેના ૧ર મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના ૧ એન્ટ્રી ગેટ તેમજ ૩ એÂક્ઝટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આજ રોડ પરથી અવર જવર કરશે જેના કારણે અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે જેથી ગોત્રી વિસ્તારમાં બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે.

જો નાગરિકોની માંગ ૭ દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. તેમજ જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશે. રહીશોની રજૂઆત સાંભળી વોર્ડ ૧૦ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટી સભ્ય નીતિનભાઈ દોંગા સ્થળ પર દોડી આવ્યા.

તેમણે રહીશોને આશ્વાસન આપ્યું છે કે, સિટી બસ ડેપો નહીં આવે તેમજ ૧ર મીટર રોડ પર ગેટ પણ નહીં આવવા દઈએ. જો ગેટ કે સિટી બસ ડેપો આવશે તો કોર્પોરેટર પોતે વિરોધ કરશે તેવું કોર્પોરેટરે રહીશોને આશ્વાસન આપ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.