જૂનાગઢ જિલ્લાની સ્કુલના આચાર્ય-શિક્ષક પર બાળકો સાથે અશ્લીલ કૃત્યનો આરોપ

પ્રતિકાત્મક
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલી એક ખાનગી શાળાના પ્રિÂન્સપાલ અને સંસ્કૃતના શિક્ષક પર રપથી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય આચર્યાનો આરોપ લાગ્યો છે. આ મામલે પોલીસે તાત્કાલિક બન્નેને બોલાવી પૂછપરછ હાથ ધરી છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
વાલી મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ઘણા દિવસોથી મોડી રાત્રે પ્રિÂન્સપાલ અને શિક્ષક તેમને રૂમમાં બોલાવી કપડા ઉતરાવતા અને અન્ય અભદ્ર કૃત્યો કરતા હતા. એક વિદ્યાર્થીએ તો એમ પણ કહ્યું હતું કે, કે આ સંસ્થાના ર૦થી રપ વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના બની છે.
આ સમગ્ર ઘટનાને પગલે વાલીઓ ભેંસાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ કોઈ ઔપચારીક પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ભેંસાણના પીઆઈ આર.બી.ગઢવીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, વાલીઓ ફરિયાદ કરવાની ના પાડી રહ્યા હોવા છતાં પ્રિÂન્સપાલ અને શિક્ષકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. જો ગુનાની પુષ્ટિ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા બાળ સુરક્ષા વિભાગના લીગલ ઓફિસર કિરણબેન રમાણીએ પણ સંસ્થાની મુલાકાત લઈ તપાસ કરી હતી. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, આજે સવારે અમારી કચેરીને ફોન આવ્યા બાદ હું અહીં પહોંચી હતી. મેં વાલીઓ, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને વહીવટદારો સાથે વાતચીત કરી. ર૦-રપ વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના બની હોવાના આરોપ છે.
એક બાળકની માતાએ સ્પષ્ટપણે કહ્યું કે, તેના બાળક સાથે પણ અભદ્ર કૃત્ય થયું છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે સવારે ઘટના અંગે જાણ થતાં જ અમારા અધિકારીને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.
હાલ જિલ્લા શિક્ષણ વિભાગની સંપૂર્ણ ટીમ સંકુલમાંથી દૂર કરી ભેંસાણ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, બાળકલ્યાણ સમિતિ, જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.