મહિલા ઈજનેરને પ્રેમજાળમાં ફસાવી PGVCL કોન્ટ્રાકટરે આચર્યુ વારંવાર દુષ્કર્મ

ગીર સોમનાથ પંથકના શખ્સ સામે એટ્રોસિટી સહિતનો નોંધાતો ગુનો
રાજકોટ, રાજકોટમાં મહિલા ઈજનેર પર પીજીવીસીએલ કોન્ટ્રાકટરે સિવિલ હોસ્પિટલના તબીબ તરીકેની ઓળખ આપી તું મારી ગર્લફ્રેન્ડ નહિં પણ પત્ની જ જ છો કહી મહિલા અદિકારીને ફસાવી વાંરવાર દુષ્કર્મ આચરતા માલવીયાનગર પોલીસમાં દુષ્કર્મ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર મહિલાએ મુળ ગીરસોમનાથ જીલ્લાના સુત્રપાડા તાલુકાના ગાંગેઠા ગામના કરણ જોધા બારડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયો હતો. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોકટર હોવાનું જણાવતા તેણીએ તપાસ કરતાં સિવીલમાં ડોકટર આદિત્યસિંહ હોવાનું જણાવતા તેના પર વિશ્વાસ કર્યો હતો
બાદમાં બંને ઈન્સ્ટ્રાગામમાં વાત કરતા હતા અને બાદમાં બંને અવારનવાર મળતા હતા આરોપીએ પોતાનું દુખ જણાવી ઈમોશ્નલ કરી હતી. ગઈ તા.૨૭-૨ના આરોપીએ મારા માતાને કેન્સર ડિટેક્ટ થયુછે. હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તેમ ફોનમાં કહેતા માર્માં તેને લગ્નની હા પાડી હતી એપ્રીલમાં રાત્રે આરોપીએ ઘરે આવી મે તને મનોમન પત્ની માની લીધી છે.
કહી દુષ્કર્મ આચર્યુ હતું. આ પછી આરોપીએ વાંરવાર તેના ઘરે જઈ તુ મારી ગર્લફ્રેન્ડ નથી તુ મારી પત્ની જ છો કહી હવસનો શિકાર બનાવી હતી બાદમાં આરોપીએ એક મહિલાને કોલ કરી ધમકાવી હતી તેનું કોલ રેકોડીંગ સાંભળતા જાણ થઈ હતી કે આરોપી તબીબ નથી આથી તેને આ અંગે પુછતા તેણે ગોળગોળ જવાબ આપી ફરી હવસનો શિકાર બનાવી હતી.
બાદમાં તે મહિલાને કોલ કરતા તેણીએ જણાવ્યું હતું કે આરોપી કરણ છે તેની સાથે દસ વર્ષથી સંબંધ હતો તેમજ આરોપી વિજતંત્રમાં પેટા કોન્ટ્રાકટ રાખતો હોવાનું જણાવ્યું હતું રસ્તામાં તેણીનું સ્કુટર બંધ પડી જતા ગેરેજમાં રીપેરીંગમાં આપતા તેમાંથી જી.પી.એસ. ટ્રેકર સીસ્ટમ નિકળતા ફ્રોડ કર્યાની ખાતરી થઈ હતી એટલું જ નહી ઓફીસે આવી ગાળો દઈ અપમાનિત કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી.