ડાકોરધામમાં જગન્નાથ મંદિરના શ્રી દિલીપદાસજી મહારાજનો સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) આણંદ, પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દંડીસ્વામી આશ્રમના મહંત અને સંત સમિતિના પ્રદેશમંત્રી વિજયદાસજીના યજમાન પદે અમદાવાદ જગન્નાથ મંદિરના પૂજ્ય દિલીપદાસજી મહારાજને જગદ્ગુરુનું પદ પ્રાપ્ત થવા બદલ તેમનું સન્માન ડાકોરધામમાં કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગદગુરુ અવિચલદેવાચાર્યજી, જગદગુરુ જ્ઞાનેશ્વરાચાર્યજી,
મહામંડલેશ્વર રાધેરાધે બાબા , શ્રીમહંત રાજેન્દ્રદાસજી, લલિત કિશોરબાપુ, શ્રી રાજેન્દ્રનંદગીજી, શ્રીમહંત મોહનદાસજી, દયાળપુરીજી, સહિત દેશ માંથી સંતો મહંતો મહામંડલેશ્વરો પધાર્યા હતા.
રાજસ્થ મહાનુભાવો માં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અર્જુનસિંહ, ખેડા ભાજપા અધ્યક્ષ નયનાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહંત વિજયદાસજી, રામચંદ્રદાસજી, અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે કર્યું હતું.
પૂજ્ય વિજયદાસજી મહારાજની સેવા બદલ અખિલ ભારતીય સંત સમિતિ, જગદગુરુઓ અને મહાન સંતો દ્વારા તેમને “ધર્મભૂષણ “ થી સન્માનિત કરી મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું.