માત્ર ૧૫૦૦ રૂપિયા માટે માતા પિતા અને ભાઇની હત્યા કરી દીધી
ભોપાલ, એક જાણીતી કહેવત છે મા બાપ ન ભૈયા,સબસે બડા રૂપૈયા તે કહેવાત અહીંના સાગરમાં ચરિતાર્થ થઇ છે.અહીં માતા પિતા અને નાના ભાઇની હત્યા કરનાર આરોપી સગીરની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિત પુરછપરછમાં તેણે કબુલ કર્યું છે કે માત્ર ૧૫૦૦ રૂપિયા માટે તેણે માતા પિતા અને ભાઇની હત્યા કરી છે. સાગરના એસપી અમિત સાંધીએ જણાવ્યું હતું કે ૨૯ જાન્યુઆરીએ શહેરના આનંદનગરમાં સેનાના નિવૃત જવાન રામગોપાલ પટેલ તેમની પત્ની ભારતી અને નાના પુત્ર આદર્શના શબ મળ્યા હતાં તેમના સગીર મોટો પુત્ર ઘટના બાદ ગુમ હતો બુધવારની રાતે એક પરિચિતની માહિતી પર તેની મકરોનિયા ચારરસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી તે ઇદોર ભાગવાની ફિરાકમાં હતો.
પુછપરછમાં સગીર આરોપીએ કહ્યું હતું કે ૨૪ જાન્યુઆરીની રાતે લગભગ આઠ વાગે તેણે માતા પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યા હતાં માતાએ ના પાડી આથી તેણે પિતાની લાયસન્સવાળી બંદુકથી માતાને ગોળી મારી દીધી જયારે નવ વાગે તેના પિતા ફરજ બજાવી પાછા આવ્યા તો તેમને પણ ગોળી મારી દીધી અને બંન્નેના શબને એક રૂમમાં મુકી દીધા લોહી હતું તેને સાફ કરી દીધું.
જયારે નાનો ભાઇ ઘરે આવ્યો તો તેને જણાવ્યું કે મમ્મી પપ્પાની હત્યા કરી દીધી આથી આદર્શ રોવા લાગ્યો તો ટીવીનો અવાજ વઘારે કરી તેનું ગળુ દબાવી દીધુ અને મકાનના મુખ્ય દરવાજાને તાળુ મારી ભાગી ગયો અને રાતે ધરે પાછો આવ્યો બે દિવસ મિત્રોની સાથે રહ્યો દિવસે ઘરે આવતો હતો આ દરમિયાન સ્કુલમાં ફેયરવેલ પાર્ટી અને ગણતંત્ર દિવસ સમરોહમાં પણ સામેલ થયો ૨૮ જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના લલિતપુર ગયો અને ત્યાં ફરી પાછો ફર્યો હતો બુધવારની રાતે તે બસથી ઇન્દોર ભાગવા ઇચ્છતો હતો પરંતુ એક માહિતી આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી તેને શોધવા માટે પોલીસે એક ટીમ પણ બનાવી હતી હાલમાં તેની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.