Western Times News

Gujarati News

કેપ્ટન તરીકે ગિલનો હનીમૂન પીરિયડ ચાલી રહ્યો છે: ગાંગુલી

કોલકાતા, એજબેસ્ટન ટેસ્ટમાં બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતની જીત અને ગિલની બેટિંગથી ખૂબ જ ખુશ છે.

ગાંગુલી માને છે કે, ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલનો હનીમૂન પીરિયડ ચાલી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં તેના પર વધુ દબાણ રહેશે. ૫૩ વર્ષીય ગાંગુલીએ એ વાત પર ખાસ ભાર મૂક્યો હતો કે, ભારતીય ક્રિકેટ ક્યારેય પ્રતિભાશાળી ખેલાડીઓથી વંચિત રહેશે નહીં.

૫૮૫ રન સાથે ગિલ હવે રાહુલ દ્રવિડના ૨૦૦૨માં (૬૦૨) ઇંગ્લેન્ડમાં શ્રેણીમાં ભારતીય બેટ્‌સમેન દ્વારા સૌથી વધુ રનના રેકોર્ડને પાર કરવા માટેથી માત્ર ૧૮ રન દૂર છે.

ભારતે શાનદાર વાપસી કરીને એજબેસ્ટન ટેસ્ટ ૩૩૬ રનથી જીતીને પાંચ મેચની શ્રેણી ૧-૧થી બરાબર કરી લીધી છે. ગાંગુલીએ પોતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન ઈડન ગાર્ડન્સ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે, મેં તેને બેટિંગ કરતા જોયો તેમાંથી આ શ્રેષ્ઠ છે અને મને આશ્ચર્ય થયું નથી. મેં અગાઉ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં દરેક પેઢીમાં તમને ખેલાડીઓ મળશે.

જ્યારે પણ કોઈ ખાલી જગ્યા હશે, ત્યારે ખેલાડીઓ આવીને તેને ભરશે. ભારતીય ક્રિકેટમાં ઘણી પ્રતિભા છે.મહાન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને વિરાટ કોહલી પછી હવે ગિલ, યશસ્વી જયસ્વાલ, આકાશ દીપ, મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ. દરેક પેઢીમાં જ્યારે પણ કોઈ ખાલી જગ્યા હશે, ત્યારે તેઓ આવીને તેને ભરશે. મેં હંમેશા એવું કહ્યું છે.

વાતચીત દરમિયાન ગાંગુલીએ ભવિષ્યમાં ભારતના મુખ્ય કોચ બનવાનો સંકેત આપ્યો હતો.મહત્વનું છે કે, પહેલી વાર ભારતનું નેતૃત્વ કરતા ગિલે અત્યાર સુધીમાં બે મેચમાં ત્રણ સદી (એક ડબલ સહિત) ફટકારી છે, અને ૧૪૬.૨૫ની એવરેજથી ૫૮૫ રન બનાવી ચૂક્યો છે. બ‹મગહામમાં ૨૬૯ અને ૧૬૧ રનના સ્કોરે તેને અનેક રેકોર્ડ તોડવામાં મદદ કરી હતી.

જેમાં ભારતીય બેટ્‌સમેન દ્વારા સૌથી વધુ મેચ એગ્રીગેટનો પણ સમાવેશ થાય છે. હજુ ત્રણ ટેસ્ટ બાકી છે ત્યારે વધુ રેકોર્ડ તૂટવાની રાહ જોવાઈ રહી છે. ગિલ ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો ડોન બ્રેડમેનનો ૮૮ વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની કતારમાં છે.

૧૯૩૬-૩૭ની એશિઝમાં બ્રેડમેને પાંચ ટેસ્ટમાં ૮૧૦ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી સામેલ હતી. ગિલ આ આંકડાથી માત્ર ૨૨૫ રન દૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.