વૅબ સિરીઝ ‘પંચાયત’ની ચોથી સિઝનને સૌથી મોટું ઓપનિંગ મળ્યું

મુંબઈ, લોકપ્રિય વૅબ સિરીઝ ‘પંચાયત’ની ચોથી સીઝન ઓટીટી પર ૨૪ જૂને આવી હતી, આગળની ત્રણ સીઝનની લોકપ્રિયતાને કારણે વધેલી લોકોની ઉત્સુકતાને કારણે આ સીઝન અંગે દર્શકોમાં આ સીઝન અંગે ભારે ઉત્સુકતા હતી.
તેથી આ સીઝનને સૌથી મોટું ઓપનિંગ મળ્યું હતું. તેના પ્રતિસાદમાં એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા તેની પાંચમી સીઝનની જાહેરાત કરી દેવામાં આવી છે.
પંચાયતની છેલ્લી સીઝનને સૌથી મોટું ઓપનિંગ મળ્યું, જેણે આગળની બધી જ સીઝનની વ્યુઅરશિપનો રેકોર્ડ તુટી ગયો છે. છેલ્લી સીઝન ઓટીટી પર આવી ત્યારે અન્ય દસ ફિલ્મ અને સિરીઝ સાથે આ સિરીઝ યૂએસએ, કૅનેડા, ઓસ્ટ્રેલિયા, યૂકે અને યૂએઈ સહિતના ૧૮૦ દેશોમાં ટોપ ૧૦માં ટ્રેન્ડ કરી રહી હતી પહેલાં અઠવાડિયા દરમિયાન આ સિરીઝે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે ભારતમાં તે પહલાં ક્રમે રહ્યું હતું.ત્યારે હવે એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા તેની નવી સીઝનની જાહેરાત કરવામાં આવી છે.
પાંચમી સીઝનનું કામ શરૂ થઈ ગયું છે અને એ સીઝન ૨૦૨૬માં આવી જશે. એમેઝોન પ્રાઇમ વીડિયોના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટર શેર કરીને કૅપ્શનમાં લખાયું હતું, “હાઇ ૫ ફુલેરા વાપસ આને કી તૈયારી શુરુ કર લિજીયે. પંચાયત પ્રાઇમ પર, નવી સીઝન, બહુ જલ્દી.”આ અંગેના નિવેદનમાં પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના કન્ટેન્ટ લાઇસન્સિંગના ડિરેક્ટર અને હેડ મનિષ મેઘાણીના જણાવ્યા અનુસાર, “અમે પંચાયતની સીઝન ૪ને મળેલાં અભુતપૂર્વ પ્રતિસાદથી અમે ખુબ ખુશ છીએ, તેના કારણે સિરીઝની કહાણી આગળ વધારવાનું અમને ગમશે, ઓથેન્ટિક વાર્તા સાથે નવા આયામો સિદ્ધ કરવા તૈયાર છીએ.
આ સીઝનની ભારત સહિત ૧૮૦ દેશોમાં સિરિઝ લોંચ થયાના એક જ અઠવાડિયામાં જે પ્રતિસાદ મળ્યો છે, તે જ દર્શાવે છે કે આ વાર્તા બિલકુલ અસલ ભારતીય હોવા છતાં તે સમગ્ર વિશ્વના લોકોને સ્પર્ષી શકે છે.
કારણ કે તેની વાર્તા દિલથી લખાઈ છે અને તેના પાત્રો દરેકને પોતાનાં લાગે છે, આ બાબતોથી જ પંચાયત એક વિશ્વ કક્ષાએ લોકપ્રિય સિરીઝ બની છે અને તેને કોઈ સરહદ રહી નથી, દર્શકોને પંચાયતની હુંફ, સાદગી અને સચ્ચાઈ દુનિયાભરના દર્શકોને પ્રભાવિત કરી શકી છે. તે સિરીઝની લોકપ્રિયતા તો દર્શાવે જ છે, સાથે એ વાતનો પણ પુરાવો છે કે વિશ્વભરના દર્શકોને ભારતીય મૂળ સાથે જોડાયેલી વાર્તા જોવામાં રસ છે.
ત્યારે અણને એ જણાવતા આનંદ થાય છે કે તેની પાંચમી સીઝનનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને અમે ફુલેરા અને તેના પાત્રોની સફરને આગળ વધારવા ઉત્સુક છીએ.”SS1MS