Western Times News

Gujarati News

નાગાર્જુને રજનીકાંતની ફિલ્મ કુલીમાં આમિરની ભૂમિકાની કુંડલી ખોલી

મુંબઈ, લોકેશ કનાગરાજની ફિલ્મ કુલી કે જે જાણીતા સુપર સ્ટાર રજનીકાંત બનાવી રહ્યા છે તે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.

એક મુલાકાતમાં, નાગાર્જુને ફિલ્મમાં તેમની અને આમિર ખાનની ભૂમિકાઓ વિશે મુખ્ય સ્પોઇલર્સ આપ્યા, જેમાં એવી નવી વિગતો જાહેર કરી જેના વિશે દર્શકો જાણતા ન હતા.તાજેતરમાં, ‘કુલી’ના નિર્માતાઓએ પુષ્ટિ આપી હતી કે આમિર ફિલ્મમાં દહાનું પાત્ર ભજવશે, જેમાં તે વેસ્ટ અને જીન્સ પહેરીને પાઇપ પીતો હોય તેવો એક મોનોક્રોમ ફોટો શેર કરવામાં આવ્યો હતો.

નાગાર્જુને ખુલાસો કર્યાે કે આમિર અને મારા સાથે કોઈ દ્રશ્યો નથી. ફિલ્મમાં અમારી પાસે બે અલગ અલગ પ્રકરણો છે. પરંતુ મેં પછી તેનું કામ જોયું; તેનો અભિનય શાનદાર છે. તમે એક નવો આમિર જોશો અને ચોંકી જશો.વધુમાં, નાગાર્જુને એ પણ ખુલાસો કર્યાે કે તે ‘કુલી’માં મુખ્ય વિરોધી, સિમોન, ની ભૂમિકા ભજવે છે અને ફિલ્મમાં રજનીકાંતનો સામનો કરશે.

“આ એક મજેદાર અનુભવ હતો કારણ કે તે અત્યાર સુધી મેં જે કર્યું છે તેનાથી તે કેટલું અલગ છે. મુખ્ય વિરોધી હોવાને કારણે, મેં રજની સર સાથે ઘણા દ્રશ્યો કર્યા હતા. તે મારી વિરુદ્ધ છે!” અભિનેતાએ કહ્યું.

જો કે તેમણે ફિલ્મની વાર્તા વિશે કંઈપણ જાહેર કરવાનું ટાળ્યું, જે સોનાની દાણચોરીની આસપાસ ફરે છે.કુલીનું દિગ્દર્શન લોકેશ કનાગરાજ દ્વારા કરવામાં આવ્યું છે અને કલાનિધિ મારનના સન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે.

આ ફિલ્મ ૧૪ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને બોક્સ ઓફિસ પર અયાન મુખર્જીની ઋતિક રોશન અને જુનિયર એનટીઆર-અભિનીત ફિલ્મ વોર ૨ સામે ટકરાશે.

ઉપેન્દ્ર, સૌબિન શાહિર, સત્યરાજ, શ્›તિ હાસન, રેબા મોનિકા જોન, જુનિયર એમજીઆર, મોનિષા બ્લેસી અને કાલી વેંકટ પણ તેમાં અભિનય કરશે. કુલીની વાર્તા વિશે વધુ કંઈ જાણીતું નથી, પરંતુ તે લોકેશ સિનેમેટિક યુનિવર્સ નો ભાગ બનવાની અપેક્ષા નથી, જે હજુ સુધી રિલીઝ થઈ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.