19 વર્ષીય ભારતીયે 3 વખત નાસાની ઓફર નકારી
પટના, બિહારના ભાગ્લપુર ગામમાં રહેતો 19 વર્ષીય ગોપાલે 3 વખત નાસાની ઓફરને નકારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ યુવાનને આમંત્રણ આપ્યુ હતું તેણે જણાવ્યુ હતું કે, દેશની સેવા કરવી એ મારો લક્ષ્ય છે. તેઓએ દર વર્ષે દેશમાં 100 બાળકોને મદદ કરવા માટેનો નિર્ણય પણ કર્યો છે. 2019માં તેઓએ આ કામ શરુ કર્યુ હતું. 8 બાળકોને તેણે શંશોધન માટે એક કામચલાઉ પેટન્ટ પણ મળ્યું. હાલ ગોપાલ દેહરાદુન સરકારી ગ્રાફિક એરાં ઈન્સટીટ્યૂટના એક લેબોરેટરિમાં ટેસ્ટિંગ કરે છે અને તે ઝારખંડમાં લેબ બનાવી તેના પર રિસર્ચ કરશે.
ગોપાલએ મોડલ હાઈસ્કુલ તુલસીપુરમાં 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. 2013-2014માં બનાના બાયો સેલની શોધ માટે તેને ઈન્સપાયર્ડ એવોર્ડ પણ મળ્યો હતો ત્યારે તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. 2008માં તેના ગામમાં પુર આવ્યો હતો અને બધુ તેમાં વિનાશ થઈ ગયું હતું ખેડૂત પિતાએ કહ્યુ હતું કે તે તેમના દિકરાને ધોરણ 10 પછી આગળ અભ્યાસ કરાવી શકુ તેમ નથી અને તેઓએ વિચાર્યુ કે કંઈ આવું કરવામાં આવે કે જેનાથી સ્કેલરશિપ મળે. 31 ઓગષ્ટ 2017ના રોજ ગોપાલ પી એમ મોદીથી મળ્યા હતા.પીએમએ તેને અમદાવાદ ખાતે આવેલ એનઆઈએફમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાં તેણે 6 શોધ કરી હતી.
જેથી હવે આ ગરીબ પરિવારના દિકરાનું નામ દેશના 30 સટાર્ટઅપ સાંઈન્ટિસ્ટમાં આવે છે. એપ્રિલમાં અબુધાબી ખાતે દુનિયાનો સૌથી મોટો સાઈન્સ મેળો યોજવામાં આવશે. જેમાં 6 હજાર સાઈન્સટિસ ભાગ લેવાના છે જેમાં ભારતના ગોપાલનો પણ સમાવેશ થાય છે.