ભારત માટે વોટર બોમ્બ બનશે ચીનનો વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ

ચીન તિબેટનાં યારલુંગ ત્સાંગપોમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી વિશાળ ડેમ બનાવી રહ્યો છે, જેને લઈને ચિંતા વ્યક્ત કરી
ઈટાનગર, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચીનના વોટર બોમ્બને લઈને ભારતને ચેતવણી આપી છે. ચીન તિબેટનાં યારલુંગ ત્સાંગપોમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી વિશાળ ડેમ બનાવી રહ્યો છે, જેને લઈને મુખ્યમંત્રી ખાંડૂએ ચિંતા વ્યક્ત કરી છે. The world’s largest dam on the Brahmaputra River in the Yarlung Tsangpo in Tibet, China
તેમણે ચીનના વિશાળ ડેમને ‘વોટર બોમ્બ’ ગણાવ્યો છે અને આ ડેમથી આખા પ્રદેશનું અÂસ્તત્વ જોખમમાં મુકાવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘ચીનનો ડેમ પ્રોજેક્ટ કોઈપણ આંતરરાષ્ટ્રીય જળ સંધિનો ભાગ નથી, તેથી તે ખૂબ જ ખતરનાક છે.
ચીન પર વિશ્વાસ ન કરી શકાય. જો તેઓ અચાનક પાણી છોડશે તો સિયાંગ નદીનો સંપૂર્ણ વિનાશ થઈ જશે. ડેમની અસર માત્ર અરૂણાચલ પ્રદેશમાં જ નહીં, આસામ અને બાંગ્લાદેશને પણ મુશ્કેલીમાં મુકી શકે છે. જો ચીને પાણી વહેંચણી કરારો પર હસ્તાક્ષર કર્યા હોત, તો આ પ્રોજેક્ટનો ઉપયોગ પૂરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે થઈ શક્્યો હોત.’
સીએમ પેમા ખાંડૂએ વધુમાં કહ્યું કે, ‘સિયાંગ નદી કિનારે વસતા આદિ જાતિ અને અન્ય સમુદાયોની આજીવિકા પર સંકટ આવી શકે છે. જો ચીનનો ડેમ પ્રોજેક્ટ પૂરો થશે તો બ્રહ્મપુત્રા અને સિયાંગ નદીઓ બહોળા પ્રમાણમાં સુકાઈ શકે છે. અરૂણાચલ સરકારે ભારત સરકાર સાથે ચર્ચા-વિચારણા કરી છે,
ત્યારબાદ સિયાંગ અપર બહુહેતુક પ્રોજેક્ટ નામની એક યોજના બનાવી છે, જે પાણી સંગ્રહ અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની હશે. ચીને ડેમ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું હોવાની આશંકા છે અને તે કોઈપણ પ્રકારની માહિતી આપી રહ્યું નથી. જો ભારત સમયસર પોતાનો પ્રોજેક્ટ પૂરો કરશે તો પૂરને નિયંત્રિત કરી શકાશે.’ બીજીતરફ કેન્દ્ર સરકારે પણ માર્ચમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ‘સરકાર બ્રહ્મપુત્રા નદી સંબંધીત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને દેશહિતમાં જરૂરી પગલાં ભરી રહ્યું છે.’
ચીનના વિશ્વના સૌથી મોટા ડેમની વાત કરીએ તો, મધ્ય ચીનમાં સ્થિત થ્રી ગોર્જેસ ડેમ વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ છે. ચીને તેનાથી પણ સૌથી વધુ શક્તિશાળી ડેમને ગત વર્ષે જ લીલી ઝંડી આપી દીધી છે. યારલુંગ જાંગ્બો નદીમાં ૬૫૬૧ ફૂટની ઊંચાઈ પર આ ડેમ બાંધવાની શરૂઆત કરી દેવાઈ હોવાની આશંકા છે. થ્રી ગોર્જેસ ડેમ બાંધવાનો ખર્ચ ૩૪.૮૩ અબજ ડૉલર થશે. જેમાં વિસ્થાપિત થયેલા ૧૪ લાખ લોકોનું પુનઃવર્સન પણ કરાશે.
નવો ડેમ તિબેટ પઠારના પૂર્વીય છેડા પર, યારલુંગ જાંગ્બો નદી પર બાંધવામાં આવશે. જે વાર્ષિક ૩૦૦ બિલિયન કિલોવોટ ઉર્જા ઉત્પન્ન કરશે. થ્રી ગોર્જેસ ડેમની ૮૮.૨ બિલિયન કિલોવોટ પ્રતિ કલાકની ડિઝાઇન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરશે.
ચીનના આ પ્રસ્તાવિત ડેમમાંથી ભારત અને બાંગ્લાદેશમાં લાખો લોકોને અસર થશે. ચીનના સરકારી ઉર્જા નિગમના આ પ્રોજેક્ટથી દેશના કાર્બન ન્યૂટ્રેલિટીના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે, તેનાથી એન્જિનિયરિંગ જેવી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે અને તિબેટમાં રોજગારી સર્જન થશે.