Western Times News

Gujarati News

અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં જળપ્રલયમાં ત્રણ લોકોનાં મોત

સાંતા, દક્ષિણ ન્યૂ મેક્સિકોમાં ચોમાસના વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે. આ પૂરપ્રકોપ એટલો ભારે હતો કે એક પર્વતીય ગામમાં એક આખું ઘર તણાઈ ગયું હતું. આ સ્થળ ગરમીના સમયમાં લોકપ્રિય વિશ્રામ સ્થળ તરીકે જાણીતું છે.

પ્રાથમિક માહિતી મુજબ, મંગળવારે પૂરમાં એક ચાર વર્ષીય બાળકી, એક સાત વર્ષીય બાળક અને એક વયસ્ક વ્યક્તિ તણાઈ ગયો છે.મેયર લિન ક્રોફર્ડે એક નિવદનમાં કહ્યું કે, આ ભયાનક ત્રાસદીમાં પોતાના સ્નેહીજનો ગુમાવનાર પરિવાર માટે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અમે દુખમાં પીડિતોના પરિવારો સાથે છીએ. આ પૂરમાં ફસાયેલા ડઝનો લોકોને બચાવી લેવાયા છે. મીડિયા અહેવાલ મુજબ ન્યુ મેક્સિકોના એક પર્વતીય શહેરમાં ભારે વરસાદ પડ્યો અને ત્યાર પછી ભારે પૂર આવ્યું હતું.

પૂરનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે રુઇદોસોના પર્વતીય ક્ષેત્રમાં ભારે વરસાદે રિયો રુઇદોસો નદીના જળસ્તર ફક્ત ગણતરીની મિનિટોમાં લગભગ ૨૦ ફૂટ ઉપર લાવી દીધા હતા. ત્યાર પછી અચાનક આવેલા પૂરમાં કેટલાક ઘરો-દુકાનો તણાઈ ગયા હતા.

અમેરિકાની રાષ્ટ્રીય હવામાન સેવાએ ન્યૂ મેક્સિકોના દક્ષિણમાં આવેલા એક નાનકડા વિસ્તાર રુઇદોસોમાં અચાનક પૂરને લીધે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. રુઇદોસોના મેયર લિન ક્રોફર્ડે કહ્યું કે પૂરમાં તણાઈ ગયેલા કે નુકસાનગ્રસ્ત ઘરોમાં ગેસ લીકેજના અહેવાલ મળ્યા છે. અચાનક આવેલા પૂરમાં કેટલાય લોકો ફસાઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.