Western Times News

Gujarati News

કાનૂની સલાહ બદલ વકીલોને તપાસ એજન્સીના સમન્સ મુદ્દે હાઈકોર્ટ નિર્ણય કરશે

નવી દિલ્હી, કોઇ કેસમાં સંબંધિત પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરતાં અથવા સલાહ આપતા વકીલોને તપાસ એજન્સીઓ સમન્સ પાઠવી શકે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે. સર્વાેચ્ચ અદાલતે આ વિવાદાસ્પદ મુદ્દાની સુઓ મોટો નોંધ લઇને ૧૪ જુલાઈએ તેની સુનાવણી નિર્ધારિત કરી છે.

તાજેતરમાં ઇડીએ બે વરિષ્ઠ વકીલોને સમન્સ પાઠવ્યા પછી આ મુદ્દે વિવાદ ઊભો થયો હતો.ઉનાળુ વેકેશન પછી મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન અને એન વી અંજારિયાની ખંડપીઠે આ મુદ્દાની સુનાવણી હાથ હાથ ધરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ બે વરિષ્ઠ વકીલોને સમન્સ પાઠવ્યા પછી આ મુદ્દો ઊભો થયો હતો.

જોકે આ પછી તપાસ એજન્સીએ ક્લાયન્ટ્‌ સામેની મની લોન્ડરિંગ તપાસમાં કોઇ વકીલને સમન્સ ન પાઠવવાનો તેના અધિકારીઓને આદેશ આપ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ૨૦ જૂને વધુમાં જણાવ્યું હતું કે આ નિયમમાં કોઈપણ અપવાદ ફક્ત તેના ડાયરેક્ટરની મંજૂરીને આધીન રહેશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વરિષ્ઠ વકીલો અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલને સમન્સ પાઠવ્યા હતાં. આ વકીલોએ રેલિગેર એન્ટરપ્રાઇઝિસના ભૂતપૂર્વ ચેરપર્સન રશ્મિ સલુજાને આપવામાં આવેલા એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શનના કેસમાં કેર હેલ્થ ઇન્સ્યોરન્સને કાનૂની સલાહ આપી હતી.

આ સમન્સને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્‌સ-ઓન-રેકોર્ડ એસોસિએશન ને આકરી ટીકા કરીને જણાવ્યું હતું કે તે ચિંતાજનક ટ્રેન્ડ છે અને તે લિગલ પ્રોફેશના પાયા પર પ્રહાર કરે છે. વકીલોના આ સંગઠનોએ ભારતના મુખ્ય ન્યાયાધીશને આ મામલામાં સુઓ-મોટો નોંધ લેવાનો અનુરોધ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.