અક્ષય-અર્શદ ની ‘જોલી એલએલબી ૩’ ગાંધી જયંતિએ રિલીઝ થઈ શકે

મુંબઈ, અક્ષય કુમારની ‘જોલી એલએલબી ૨’ રિલીઝ થઈ હતી, તેને આઠ વર્ષ વિતી ચુક્યા છે, ત્યારે હવે ળેન્ચાઈઝીનું નવું અને ત્રીજું પ્રકરણ રિલીઝ થવા માટે તૈયાર છે. જેમાં આગળની બંને ફિલ્મના જોલી એટલે કે અક્ષય કુમાર અને અર્શદ વારસી બંને લીડ રોલમાં જોવા મળશે. ત્યારે હવે એવા અહેવાલો છે કે ફિલ્મની ટીમ ગાંધી જયંતિ પર ફિલ્મ રિલીઝ કરવાનું વિચારે છે.
આ અંગેના કેટલાંક અહેવાલો અનુસાર આ ફિલ્મની રિલીઝ પાછી ઠેલાય એવી શક્યતા છે, જે હવે ૧૯ સપ્ટેમ્બરના બદલે ૨ ઓક્ટોબરે લઇ જવાય એવી શક્યતા છે. સુત્રના જણાવ્યા અનુસાર મેકર્સની ઇચ્છા આ ફિલ્મ ગાંધી જયંતિ પર રિલીઝ કરવાની છે.
સુત્રએ એવું પણ જણાવ્યું કે અક્ષય કુમાર અને ફિલ્મના ડિરેક્ટર સુભાશ કપૂરને પણ વિશ્વાસ છે કે તેમણે મનોરંજનથી ભરપુર ફિલ્મ બનાવી છે, આ પારિવારીક ફિલ્મ રજાઓમાં રિલીઝ થાય એ વધુ યોગ્ય છે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે, અગાઉ એવી જાહેરાત થઈ હતી. જો આ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થાય તો તેને ચાર દિવસ લાંબા વીકેન્ડનો લાભ મળી શકે તેમ છે.
એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે અર્શદ વારસી સાથે કામ કરવા અંગે વાત કરી હતી. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૩માં આવ્યો હતો, જેમાં અર્શદ વારસી લીડ રોલમાં હતો અને બીજો ભાગ ૨૦૧૭માં આવ્યો હતો, જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. અક્ષયે કહ્યું હતું, “હું અને અર્શદ સાથે આવી રહ્યા છીએ, જોલી ૧ અને જોલી ૨ બંને સાથે જોવા મળશે.
એની સાથે કામ કરવામાં મને બહુ મજા આવી. એ બહુ પ્રેમાળ વ્યક્તિ છે, તેની સાથે કામ કરવું બહુ મજાનો અનુભવ હોય છે, તેનું સેન્સ ઓફ હ્યુમર અને ટાઇમિંગ ઘણા સારા છે.” આ ફિલ્મમાં અમૃતા રાવ અને હુમા કુરેશી સાથે સૌરભ શુક્લા અને અનુ કપૂર પણ હશે. આ ઉપરાંત અક્ષય અને અર્શદ ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ સાથે જોવા મળશે.SS1MS