પગપાળા જઈ રહેલા વૃદ્ધને ઈકો કારના ચાલકે કચડી નાખતાં કરુણ મોત

AI Image
પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.૧૦ ડી.ઇ. ૩૪૮૦ નંબરની ઇકો કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા
જામનગર, જામનગર તાલુકાના શાપર ગામના પાટીયા પાસે ખંભાળિયા હાઇવે રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક પ્રૌઢને ઈકો કારના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા ગંભીર સિંહ ભગવાનજી જેઠવા (૫૭) કે જેઓ ગત ૧.૭.૨૦૨૫ ના બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર શાપર ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.૧૦ ડી.ઇ. ૩૪૮૦ નંબરની ઇકો કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર ઈજા પહોંચાડી હતી.
જેથી ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અજયસિંહ ગંભીરસિંહ જેઠવાએ સિક્કા પોલીસમાં પોતાના પિતાને ઠોકરે ચડાવી મૃત્યુ નીપજાવનાર ઇકો કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.