વિઝાના નામે પેટલાદના યુવક સાથે ૧૫.૮૬ લાખની ઠગાઈ

આણંદ, આણંદના સોજીત્રાના ખણસોલ ગામના અને હાલ પેટલાદ મરીયમપુરામાં રહેતા યુવકને ન્યૂઝીલેન્ડ વર્ક પરમીટ વિઝાના નામે એજન્ટ સાથે મળીને કાકા, કાકી અને પિતરાઈએ રૂ ૧૫૮૬૨૮૦ની રકમ પડાવી લઈ ઠગાઈ કરી પિતરાઈ ભાઈ કેનેડા ભાગી જતા એજન્ટ સહિત ચાર વિરુદ્ધ યુવકે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પેટલાદમાં રહેતા મુળ સોજીત્રાના ખણસોલ ગામના પ્રકાશભાઈ રાજેશભાઈ સોનેરીને બે વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડ ખાતે વર્ક પરમીટ વિઝા ઉપર જવાનું હોવાથી તપાસ કરતા હતા.
મે-૨૦૨૩માં પ્રકાશભાઈના કાકાના દીકરા ધવલકુમાર અને કાકા ડાહ્યાભાઈ તેમજ કાકી વર્ષાબેને જણાવેલ કે, અમારા સંપર્કમાં આણંદમાં વૈભવ કોમ્પ્લેક્ષ ગ્રીડ ચોકડી પાસે આવેલ કેન્ડીડ વિઝા કન્સલ્ટન્સી ખાતે પ્રિતેશભાઈ મુકેશભાઈ પટેલ(રહે.નાવલી કાછીયાવાડ)નું કામ સારું છે. બાદમાં બેથી ચાર મહિનાનો સમય અને રૂ.૧૫ લાખનો ખર્ચનું કહ્યું હતુ.
વિવિધ રીતે પૈસા આપ્યા બાદ પ્રકાશભાઈના કાકાનો દીકરો ધવલ કેનેડા જતો રહ્યો હતો. સાત મહિના વીતવા છતાં પણ ન્યૂઝીલેન્ડના વર્ક પરમીટ વિઝાનું કામ થયું ન હોવાથી પ્રકાશભાઈએ ઓફિસ ખાતે તપાસ કરતા ઓફિસ બંધ હતી અને પ્રિતેશને ફોન કરતા ફોન પણ બંધ આવતો હતો. ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.SS1MS