પ્રાકૃતિક શાકભાજી ખેતી યોગ્ય રીતે કરવામાં આવે તો મબલખ ઉત્પાદન સાથે આવક મેળવી શકાય છે

પ્રતિકાત્મક
અમદાવાદ, ઝેર મુક્ત શાકભાજી ની ખેતીની જરૂરિયાત
આજકાલ આપણે જેવી રીતે ખેતી કરતા આવ્યા છીએ, તે સામાન્ય રીતે સાચી નથી, કારણ કે તેમાં સિંચાઇનું કોઈ નિયંત્રણ હોતુ નથી કે તેના સાથે સહજીવી પાક કે છોડવાનો લાભ લેવાતો નથી. આજની શાકભાજી ઝેરયુક્તછે. જે ઝેર શરીરમાં જમા થઇ અનેક બીમારીઓનું કારણ બને છે, જેમ કે ડાયાબીટીસ,કેન્સર,હ્રદય રોગ કે અન્ય જીવલેણ રોગ..આ પ્રકારના રોગો સામે મુક્તિ મેળવવા માટે ઝેર મુક્ત ખેતી એક માત્ર ઉપાય છે, એને તે ખેતીનું નામ એટલે પ્રાકૃતિક ખેતી..
શાકભાજીની ખેતીની તૈયારી :-
આપણે કોઈ પણ છોડને રોપી હોય, તો તેમાં લીલા ખાતરના રૂપમાં , કોઇપણ કઠોળ જેમ કે ચોળા,મગ,અળદ વગેરેને માટીમાં ભેળવવામાં આવે છે, અને સાથે ખેતીનું પશીયુ કરતી વખતે એક એકરમાં 200 લીટર જીવામૃત પાણીની સાથે આપીએ છીએ.જમીન ભરભરી થયા પછી માટીને હલકી અને બારીક કરવી જેથી માટીમાં સારી રીતે હાર કે ચાસ બનાવી શકાય,અંતિમ વાવણી કરતી વખતે 400 કિલો ઘન જીવામૃત નાખીને તીરાડમાં રેડવું અને ઉત્તર-દક્ષિણમાં દીશામાં ચાસ કરવા
શાકભાજીમાં બીજ સંસ્કાર :-
શાકભાજીના સારાં ઉત્પાદન માટે બિયારણ અને બીજામૃતથી સંસ્કારીત કરવાં. બિયારણને સંસ્કારિત કરવાથી બીજમાં સારૂ અંકુરણ આવશે અને સારો પાક તેમજ ઉત્પાદન મળશે,બિયારણને બીજામૃતમાં ડુબાડવા સામાન્ય બિયારણને 06 થી 07 કલાક જ્યારે બીજા વિશેષ બિયારણને 12 થી 14 કલાક ડુબાડવા જેવા કે કારેલાના બીજ,ટીન્ડોરોના બીજને થોડા સમય બાદ કાઢવા અને છાંયામાં સુકવવા ત્યાર બાદ બીજની વાવણી કરવી
શાકભાજીની ખેતીમાં સાવચેતી :-
૧) જ્યારે આપણે પહેલા વર્ષે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે આપણે એવા શાકભાજી વાવવા કે જે ઓછા રાસાયણિક ખાતરનો પ્રયોગ કરી સારૂ ઉત્પાદન આપે,જેમ જેમ જમીન મજબૂત થશે તેમ વધુ રાસાયણિક ખાતરની જરૂરીયાત વાળી શાકભાજીનું ઉત્પાદન લઇ શકાશે, આમ આપણે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો
2) શાકભાજીનો પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં ઢાઇચા કે દ્રિદળી કઠોળનો પાક લેવો
3) ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા
4) એકદળી શાકભાજી સાથે દ્રિદળી શાકભાજીઓ એક સાથે વાવવી
5) યોગ્ય સમય પર જીવામૃત પાક આપતાં રહો
શાકભાજીની વાવણીની રીત
– જો તમે બે છોડ વચ્ચે બે ફુટનું અંતર રાખતા હોય તો ચાર ફુટના અંતર પર 2.5 ફુટનું અંતર રાખતા હોય તો પાંચ ફુટના અંતર પર અને 03 ફુટનું અંતર રાખતા હોય તો છ ફુટના અંતર પર ક્યારીઓ કરવી
– પહોળા ક્યારાની સપાટી પર જીવામૃત છાંટવું અને એકર દીઠ સો કિલો દેશી છાણીયા ખાતર સાથે 20 થી 25 કિલો ઘન જીવામૃત ક્યારમાં છાંટી અને કાષ્ટથી આચ્છાદિત કરવું,ક્યારમાં પાણી અને પાણી સાથે જીવામૃત છોડી દેવુ બે દિવસમાં વાપસા આવી જશે પછી ક્યારાના બંન્ને ધાર પર વેલા વાળા શાકભાજી જેવા કે,ટામેટા,કાકડી,તુરીયા,પેઠા,દૂધી,કારેલા,તડબૂચ,ટેટી વેગેરેના બીજ બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છીદ્ર્ કરીને તેમાં વાવી દેવા અને માટીથી ઢાંકી દેવા
– નાળાઓમાં પાણી અને તેની સાથે જીવામૃતને છોડી દો ,બે દિવસમાં ક્યારામાં ભેજ આવી જશે પછી નાળામાં બંન્ને પાળા ઉપર વેલા વાળા શાકભાજી જેવા કે,ટામેટા,કાકડી,તુરીયા,પેઠા,દૂધી,કારેલા,તડબૂચ,ટેટી અને એના બીજા બીજ બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છીદ્ર્ કરીને તેમાં વાવી દેવા અને માટીથી ઢાંકી દેવા
– આ પાળાઓથી થોડા નીચે બંન્ને બાજુ લોબીયાના બીજ લગાવી અને ગલગોટા રોપી દેવા,, પાણી સાથે જીવામૃત આપો ચાર પાંચ દિવસમાં ક્યારામાંથી પાણી કેસા કર્ષણને લીધે ભેજ પહોળા ક્યારા પર ઉપર સુધી પહોંચી જશે
આચ્છાદન અને જીવામૃત કેશા કર્ષણ શક્તિને ઝડપથી કામમાં લગવાશે બીજ નાખ્યાના સાત દિવસ પછી પહોળા ક્યારાની સપાટી પર પાથરેલ આવરણની વચ્ચે લોખડના સળીયાથી છિદ્ર કરી તથા સળીયાને થોડો હવાલીને બહાર કાઢી દો ત્યાર બાદ તે છિદ્રમાં રીંગણી,કોબીજ અથવા મરચાના રોપ લગાવો અથવા ભીંડા કે ગુવારના બીજ છીદ્ર્માં નાખો,
જમીનના અંદરના ભેજને લીધે એ બીજ છીદ્રમાંથી બહાર આપમેળે આવી જશે અને વિકસીત થશે,સાત થી દશ દિવસ પછી ક્યારા દ્વારા પાણી આપો અને એ પાણી સાથે મહિનામાં એક અથવા બે વાર જીવામૃત આપો,મહિનામાં એક કે બે વાર બધા છોડો પર જીવામૃતનો પાંચ થી દશ ટકા સુધી છંટકાવ કરો,વરસાદની ઋતુમાં સિંચાઇની જરૂરીયાત ના હોય ત્યારે થોડા થોડા જીવામૃત સીધા જમીની સપાટી પર છોડની પાસે રાખો,
જેમ જેમ નાળામાં લગાવેલી શાકભાજી વધે છે તેમ તેમ પહોળા ક્યારા પર પાથરેલ આચ્છાદન ઉપર ચડાવી દો,ગલગોટા અને લોબીયા સાથે સાથે વધશે,આવરણ અને જીવામૃત બંન્ને પ્રભાવથી અળસીયા આપો આ કાર્યરત થઇ જશે પણ એમની મળના માધ્યમથી બધા પ્રકારના છોડવાઓને અન્ન ભંડાર ખોલી દેશે,લોબીયા હવામાં જેટલી જરૂર હોય તેટલો નાઇટ્રોજન લેશે અને શાકભાજી આપશે,
લોબીયા અને ગલગોટા પર મિત્ર કીટક આવીને વસવાટ કરી નુંકશાન પહોંચાડનાર કીટકનું નિયંત્રણ કરશે,લોબિયા અને ગલગોટા તેમની તરફ ઘણી મધમાખી આર્કષિત થશે અને તેના લીધે શાકભાજીમાં પગાર નય થસે સાથે સાથે ગલગોટા અને લોબીયા આપણને પૈસા પણ અપવાશે,ગલગોટા શાકભાજીના મૂળ ઉપર રહીને તેના રસ ચૂસતા નેમાટોડનું નિયંત્રણ કરશે, બેડ પર રોપાયેલા ફળ,શાકભાજીના છોડ શાકભાજીના વેલાઓને જરૂરી છાયો આપશે
હવાને શોષીને પાંદડાઓની ખોરાક ઉત્પાદન ક્ષમતાને વેગ આપશે,જમીનને ફળદ્રુપ બનાવશે અને આપણને ઉત્પાદન પણ આપશે, શાકભાજીઓના વેલા જ્યારે કાષ્ટ આચ્છાદન પર પથરાશે ત્યારે શાકભાજીનાં ફળો આચ્છાદન ઉપર રહેશે અને માટી લાગશે નહિ અને માટીના સંપર્કથી ખરાબ પણ થશે નહિ
– જો કોઇ જીવાત અથવા રોગ આવે તો,નીમાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર,અગ્નિશાસ્ત્ર,છાશ,સોઠાસ્ત્રનો ઉપયોગ કરલો,નિંદણને દુર કરવું,આચ્છાદનને કારણે ક્યારા પણ નિંદણ આવશે નહી,માત્ર ક્યારા દ્વારા પાણી આપવાનું અને જમીન આવરણ હોવાથી નેવુ ટકા સિંચાઇના પાણીની બચત થશે એટલી જ બચત વીજળી અને મજૂરીની થશે
– સહયોગી પાકોના નામ આપેલ હોવાથી તે બધા સહજીવી છે,જેના પગલે એકબીજાને સહયોગ આપે છે,
દશેરા, દીવાળીના પર્વ નિમિત્તે ગલગોટાના ફુલો વેચવા માટે બજાર મળશે અને સાથે સાથે લાબીયાની લીલી શીંગો શરૂઆતથી પૈસા આપવાનું ચાલુ કરશે, ક્યારની વચ્ચે લગાવેલ ફળ શાકભાજીના છોડવા અને મુખ્ય શાકભાજીના વેલા તમને અંત સુધી પૈસા આપશે જો તમે જીવામૃતનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમને કોઇ જંતુથી નુંકશાન થશે નહિ એટલા ફળો આપશે કે તમે તોડી નહિ શકો એવા વાસ્તવિકતા છે કે તમારી શાકભાજી ઝેરમુક્ત અને સંપુર્ણ પોષણથી ભરેલી હશે
શાકભાજીના વાવેતરમાં જીવામૃતનો ઉપયોગ :-
1. વાવેતર પછી એક એકર જમીનમાં 200 લિટર જીવામૃત પાણીની સાથે આપો.
2. મહીનામાં બે વાર 200 લિટર જીવામૃત પાણીની સાથે આપો, જ્યાં સુધી પાક ચાલુ રહે.
3. શાકભાજીના એક પાકમાં લગભગ 06 વાર પાણીની સાથે જીવામૃત આપવાની જરૂર પડે છે,પરંતુ પાક પીળો પડે ત્યારે સો ટકા ગૌ મુત્રનો છંટકાવ કરવો
શાકભાજીની ખેતીમાં જીવામૃતના છંટકાવનો ઉપાયો – એક એકર જમીનમાં
પ્રથમ છંટકાવ :-
વાવેતરના એક મહિના પછી 5 લિટર જીવામૃતને 100 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
બીજો છંટકાવ :-
પહેલા છંટકાવના 21 દિવસ પછી 7.5 લિટર જીવામૃતને 120 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
ત્રીજો છંટકાવ :-
બીજા છંટકાવના 21 દિવસ પછી 10 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
ચોથો છંટકાવ :-
ત્રીજા છંટકાવના 21 દિવસ પછી 15 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
પાંચમો છંટકાવ :-
ચોથા છંટકાવના 21 દિવસ પછી 3 લિટર ખાટી છાશમાં 100 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
છઠ્ઠો છંટકાવ :-
પાંચમા છંટકાવના 21 દિવસ પછી 15 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
શાકભાજીમાં કીટ અને રોગ સામે નિયંત્રણ
જ્યારે પણ આપણા શાકભાજી પર કોઈ પણ જીવાત લાગતી જણાય ત્યારે પ્રાકૃતિક દ્રાવણનો ઉપયોગ કરી મબલખ ઉત્પાદન મેળવી શકાય છે,
ક.) ચૂસીયા પ્રકારની જીવાત- ચૂસિયા પ્રકારની જીવાત માટે નિમ્બાસ્ત્રનો ઉપયોગ કરો
ખ.) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે, 1500 પીપીએમ લીમડાના તેલની માત્રા 02 મિલી લિટર દીઠ પાણી સાથે મિશ્રીત કરી છંટકાવ કરવો
ગ.) કૃમિ (સુંડી)- 03 લિટર બ્રહ્માશ્ત્ર 100 લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો
ઘ.) થડ,વેધક,ફળ વેધક,કૃમિ માટે- 03 લિટર અગ્નિશાસ્ત્ર 100 લિટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો
ચ.) ફૂગનો રોગ- ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતી રોગોના નિવારણ માટે 03 લિટર ખાટી છાશમાં 03 થી 04 દિવસ જુની હોવી જોઇએ