Western Times News

Gujarati News

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ ઉપર હુમલો, ૯ લોકોનાં મોત

ક્વેટા, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ક્વેટાથી લાહોર જઈ રહેલી એક યાત્રી બસને હથિયારધારી લોકોએ ઊભી રખાવી હતી અને નવ યાત્રીઓનું અપહરણ કર્યું હતું, પછી નામ પૂછીને તેમને ગોળી મારી દીધી હતી. આ ઘટનાને કારણે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.આ ઘટના નોર્થ બલૂચિસ્તાનના સર ધકકા વિસ્તારના ઝોબમાં બની હતી.

આ વિસ્તાર લાંબા સમયથી ઉગ્રવાદી ગતિવધિઓનું કેન્દ્ર રહ્યો છે. ઝોબના આસિસ્ટન્ટ કમિશનર નવીન આલમના કહેવા મુજબ, હુમલાખોરોએ યાત્રીઓને બસમાંથી ઉતાર્યા, તેમની ઓળખ કરી અને પછી ૯ લોકોને ગોળી મારી દીધી હતી. આલમના કહેવા મુજબ, તમામ મૃતદેહોને બરખાન જિલ્લાની રેખની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

હત્યાની રીતે દર્શાવે છે કે હુમલાખોરો પહેલાથી યોજના બનાવીને આવ્યા હતા અને ટાર્ગેટેડ કિલિંગ કરી રહ્યા હતા. બલૂચિસ્તાનની પ્રાંતીય સરકાર આ હુમલો ભારત સમર્થિત હોવાનું કહી રહી છે.

સરકારે આ હુમલાની પાછળ ફિતના અલ-હિન્દુસ્તાનનો હાથ હોવાનો આક્ષેપ પણ કર્યાે છે. પાકિસ્તાન સરકારે મે મહિનામાં બલૂચિસ્તાનના તમામ વિદ્રોહી સંગઠનોને ફિતન-અલ-હિન્દુસ્તાન નામ આપ્યું છે. એમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી(બીએલએ) સૌથી મોટું અને પ્રમુખ સંગઠન છે.

સરકારના પ્રવક્તા શાહિદ રિંદે કહ્યું કે આ ફક્ત એક હુમલો નથી, પરંતુ નિર્દાેષ પાકિસ્તાની નાગરિકોની ક્‰ર હત્યા છે. આ ફિતના અલ-હિન્દુસ્તાનના બર્બર વિચારનું પરિણામ છે.

માસ્તુંગ, કાલાત અને સરદગાઈમાં પણ ફિતના અલ-હિન્દુસ્તાન સંગઠન સાથે જોડાયેલા આતંકવાદીઓએ હુમલા કર્યા, પરંતુ ત્યાં સુરક્ષા દળોએ પરિસ્થિતિ સંભાળી લીધી. ઝોબમાં હુમલો અંધારાનો ફાયદો ઉઠાવીને કરવામાં આવ્યો, જેના કારણે હુમલાખોરો બચીને નીકલી ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.