દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત રાખી મેલાનું પ્રદર્શન- વેચાણનું ઉદ્ઘાટન કરાયું

(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદ પીજ ભાગોળ ખાતે મૈત્રી સંસ્થા છેલ્લા ૨૭ વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે સેવારત છે. આજે મૈત્રી સંસ્થા અને ચરોતર મિત્ર વર્તમાન પત્ર તથા સોશિયલ મીડિયા સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોના સ્વહસ્તે બનાવેલ ડિઝાઇનર રાખોડીઓનું પ્રદર્શન
અને વેચાણ કાર્યક્રમ યોજાયો , આ કાર્યક્રમનું ઉદઘાટન નડિયાદ ના વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ના સંત પૂ. શ્રી નિર્ગુણદાસજી મહારાજ , કેવલભાઈ વેકરીયા એલસીબી પીઆઇ તથા ચરોતર મિત્ર ના મે. તંત્રી આલાપ તલાટી, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમાર ? ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર અને દિવ્યાંગ બાળકોના હસ્તે મહાનુભવો નું બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મૈત્રી સંસ્થામાં વર્ષોથી સેવાઓ આપનાર પત્રકારો નુ બુકે થી સન્માન ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે કરવામાં આવ્યું .
અહી ના દિવ્યાંગ બાળકો એ છેલ્લા ત્રણ મહિનાથી ૫,૦૦૦ કરતાં પણ વધારે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવેલ છે. ઉદ્ઘાટન પછી આ પ્રદર્શન નિહાળનાર મહાનુભાવો એ બાળકો એ બનાવેલ રાખડી ને સહર્ષ સ્વીકારી અને ભાવપૂર્વક ખરીદી હતી, અને અન્યોને પણ મૈત્રી ની રાખડી લેવા આવે તે માટે પણ મદદરૂપ બનવા ખાતરી આપી હતી
આ કાર્યક્રમ મૈત્રી સંસ્થા અને ચરોતર મિત્ર બંનેના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. નિર્ગુણદાસજી મહારાજે પ.પૂ.પ્રાતઃ સ્મણીય શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ સૌ ઉપર રહે તેવી મંગલ કામના કરી હતી. જ્યારે ખેડા જિલ્લાના એલસીબી પીઆઇ કેવલ વેકરીયા એ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા ને અભિનંદન આપ્યા હતા. મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌ મહાનુભવનુ હૃદય પૂર્વક આભાર માન્યો હતો.