Western Times News

Gujarati News

વ્હિકલની વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ નહીં હોય તો બ્લેકલિસ્ટ કરાશે

નવી દિલ્હી, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગને ઇરાદાપૂર્વક વ્હિકલની વિન્ડસ્ક્રીન પર યોગ્ય રીતે ન લગાવતા અથવા ફાસ્ટેગને હાથમાં રાખતા ડ્રાઇવરો સામે કાર્યવાહી કરીને તેમને બ્લેકલિસ્ટ કરશે.

‘લૂઝ ફાસ્ટેગ્સ’ અથવા ટેગ-ઇન-હેન્ડ યુઝર્સની ટોલ કલેક્શન એજન્સીઓ ઓથોરિટીને માહિતી આપશે અને તેના આધારે કાર્યવાહી થશે.ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને ટોલ વસૂલાતની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે બ્લેકલિસ્ટેડ વપરાશકર્તાઓ માટે ‘લૂઝ ફાસ્ટેગ’ રિપોર્ટ કરવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે.

કેટલીકવાર હાઇવે વપરાશકર્તાઓ ઇરાદાપૂર્વક વાહનોના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવતા નથી. તેનાથી લેન પર ભીડ થાય છે, ખોટા ચાર્જબેક થાય, ક્લોઝ્ડ-લૂપ ટોલિંગ સિસ્ટમનો દુરુપયોગ થાય છે, તેનાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય અને અન્ય વપરાશકર્તાઓ માટે અસુવિધા ઊભી થાય છે.

આવા યુઝર્સની માહિતી આપવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક વિશેષ ઇમેઇલ આઈડી બનાવ્યું છે. આ ઇ-મેઇલ આઇડી પર ટોલ કલેક્શન એજન્સીઓ તાત્કાલિક જાણ કરશે.ઇ-મેઇલ પર મળેલી માહિતીને આધારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાઆવા યુઝર્સને ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કે હોટલિસ્ટ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.