Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા- અંબાજી નવી રેલ લાઈન માટે મંજૂરી મળી

સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયાને મળેલી સફળતા- ખેડબ્રહ્માથી હડાદ અંબાજી રેલવે લાઇનની ખૂબ જ રજૂઆત કરી હતી

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા-હડાદ-અંબાજી રેલવે લાઈનના નિર્માણની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સમક્ષ અને લોકસભામાં નિયમ ૩૭૭ અંતર્ગત રજૂઆત કરી હતી.

આ રજૂઆતના પગલે કેન્દ્ર સરકારે ફાઇનલ લોકેશન સર્વે  અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ  માટે ૧.૧૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.હવે રેલવે લાઈનના નકશા અને સ્થળ સ્થિતિનો સર્વે કરવામાં આવશે. નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટના અંદાજિત ખર્ચનું એસ્ટીમેટ બનાવી વિગતવાર અહેવાલ રેલવે મંત્રાલયને સોંપવામાં આવશે.

આ રેલવે લાઈન શરૂ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને મોટો લાભ થશે. મધ્ય ગુજરાત, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતથી ખેડબ્રહ્મા અને અંબાજીના દર્શને આવતા યાત્રિકોને સીધી રેલ સુવિધા મળશે. આબુ રોડ અને દિલ્હી જતા મુસાફરો માટે પણ આ નવી રેલ સુવિધા ઉપયોગી બનશે.

ખેડબ્રહ્માથી હડાદ અંબાજી રેલવે લાઇન ની ખૂબ જ રજૂઆત માનનીય સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયાને મળેલી સફળતા. સાબરકાંઠા જિલ્લાના ખૂબ જ સક્રિય સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા ને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલ રાજ્યમંત્રી રવનિત બેટુજી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથેના પ્રયત્નોથી ઉત્તર ગુજરાત થી દિલ્હી કે ઉત્તર ભારતના તમામ શહેરો તરફ જોવા માટે ફક્ત ૪૬ કિલોમીટર રેલવે લાઈન નાખવા માટે

ખેડબ્રહ્માથી હડાદ થી અંબાજી સુધીની રેલ્વે લાઈન ના સર્વે માટે રૂપિયા ૧.૧૫ કરોડની ફાળવણી થતાં આ વિસ્તારના પ્રજામાં ખૂબ હર્ષની લાગણી વ્યાપેલ છે અને સત્વરે આ વિસ્તારની પ્રજાને આ લાભ મળે તેવી વર્ષો જૂની માગણીને ધ્યાનમાં લઇ બજેટની ફાળવણી કરવામાં આવેલ છે તે બદલ લોકસભાના સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા અને રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.