Western Times News

Gujarati News

બીજે દિવસે જો રૂટની સદી, બુમરાહની પાંચ વિકેટ

લંડન, ઓપનર કે એલ રાહુલ અને કરુણ નાયરની મક્કમ બેટિંગની મદદથી પ્રવાસી ભારતે અહીં રમાતી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે ઇંગ્લેન્ડનો મક્કમ પ્રતિકાર કર્યાે હતો. ઇંગ્લેન્ડના ૩૮૭ રનના સ્કોર સામે રમતાં ભારતે તેના પ્રથમ દાવમાં ત્રણ વિકેટે ૧૪૫ રન નોંધાવી દીધા હતા. આમ હાલમાં તે ૨૪૨ રન પાછળ છે અને તેની સાત વિકેટ જમા છે.

અહીંના લોડ્‌ર્ઝ ખાતે રમાતી ટેસ્ટના ત્રીજા દિવસની રમતને અંતે લોકેશ રાહુલ ૫૩ અને રિશભ પંત ૧૯ રન સાથે રમતમાં હતા. રાહુલે ૧૧૩ બોલની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે ઓપનર યશસ્વી જયસ્વાલ (૧૩), કરુણ નાયર (૪૦) અને કેપ્ટન શુભમન ગિલ (૧૬)ની વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલને સહકાર આપીને નાયરે ટીમનો સ્કોર ૧૩થી ૭૪ સુધી પહોંચાડ્યો હતો.

નાયરે ૬૨ બોલમાં રમીને ૪૦ રન ફટકાર્યા હતા.અગાઉ ઇંગ્લેન્ડે ચાર વિકેટે ૨૫૧ રનના સ્કોરથી તેનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો ત્યારે ૯૯ રન સાથે બેટિંગ કરી રહેલા જો રૂટે તેની સદી પૂરી કરી દીધી હતી. જોકે આ સિદ્ધિ બાદ તે લાંબું ટકી શક્યો ન હતો.

જસપ્રિત બુમરાહના એક અદભૂત બોલમાં તે બોલ્ડ થઈ ગયો હતો. ૨૭૧ રનના સ્કોર સુધીમાં જો રૂટ, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સ પણ આઉટ થઈ જતાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ વહેલી સમાપ્ત થઈ જશે તેમ લાગતું હતું પરંતુ જેમી સ્મિથ અને બ્રાયડન કાર્સેએ અડધી સદી ફટકારીને ટીમનો સ્કોર ૩૮૭ સુધી પહોંચાડી દીધો હતો.

આમ આ બંનેની બેટિંગની મદદથી ઇંગ્લેન્ડે શુક્રવારની રમતમાં ૧૨૭ રન ઉમેરી દીધા હતા. જેમી સ્મિથે શાનદાર બેટિંગ કરીને ૫૬ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થતો હતો તો બ્રાયડન કાર્સેએ ૮૩ બોલમાં એટલા જ ચોગ્ગા ઉપરાંત એક સિક્સર ફટકારીને ૫૬ રન ફટકાર્યા હતા. અંતે તે મોહમ્મદ સિરાઝનો શિકાર બન્યો હતો. જોકે શુક્રવારની ભારતની લડતની આગેવાની જસપ્રિત બુમરાહે લીધી હતી. તેણે સવારના તબક્કામાં વેધક બોલિંગ કરી હતી.

આ ગાળામાં તેણે હરીફ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ, જો રૂટ અને હેરી બ્›ક જેવા સ્ટાર બેટરને બોલ્ડ કર્યા હતા. આ ઉપરાંત તેણે ક્રિસ વોક્સને પણ પહેલા બોલે આઉટ કર્યાે હતો.

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે શુક્રવારે ઇંગ્લેન્ડ સામેની લોડ્‌ર્ઝ ખાતે રમાતી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ૭૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ સાથે તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૫મી વાર એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. લોડ્‌ર્ઝના ઐતિહાસિક મેદાન પર બુમરાહે પહેલી વાર ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી.

૧૯૩૨માં ભારતે ટેસ્ટ ક્રિકેટ રમવાનો પ્રારંભ કર્યાે તે આ મેદાન પરથી કર્યાે હતો અને ત્યારથી અત્યાર સુધીમાં બુમરાહ એવો ૧૫મો બોલર છે જેણે આ મેદાન પર પાંચ વિકેટ ઝડપી હોય.૧૯૩૨ના જૂન મહિનામાં મોહમ્મદ નિસારે અને ૧૯૩૬માં અમરસિંહે પાંચ વિકેટ લીધી હતી. ભારતના ઘણા દિગ્ગજ બોલરે લોડ્‌ર્ઝ ખાતે પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી છે પરંતુ અચરજની વાત એ છે કે તેમાંથી કોઈએ બીજી વાર આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.